Wednesday, Sep 27, 2023 Today’s Paper

IND vs AUS Final: રોહિત શર્માએ DRS લેવા માટે કર્યો એવો ઈશારો, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

08 Jun, 23 115 Views

ભારતીય કેપ્ટનની આ ક્રિયા જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓની સાથે અન્ય લોકો પણ હસવાનું રોકી શક્યા નહીં

IND vs AUS Final:  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship - WTC)ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં આજે 8 જૂન, ગુરુવારે બીજા દિવસે, ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી હતી. આ સાથે જ ઑસ્ટ્રેલિયન ટીમ (Australian team)ના દાવને 469ના સ્કોર પર સમેટી દીધો છે. આ દરમિયાન આજનો એક વિડીયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટ્ન રોહિત શર્મા (Rohit Sharma) એક ઈશારો કરતો જોવા મળે છે.

રોહિત શર્માએ પોતાના એક ઈશારાથી મેદાન પરના અમ્પાયરોની સાથે ચાહકોને પણ કન્ફ્યુઝ કરી દીધા હતા. બીજા દિવસની રમતમાં ભારતીય ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ અલગ જ હતો. ટીમ ઈન્ડિયાને પહેલા સેશનમાં જ 4 વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ચાલાકીપૂર્વક ડીઆરએસ લેવાનો ઈશારો કર્યો હતો પરંતુ તેણે તે પૂરો ન કર્યો. આ કારણે મેદાન પરના અમ્પાયરો પણ મુંઝવણમાં જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 97મી ઓવરમાં એલેક્સ કેરી મોહમ્મદ શમીના બોલ પર રમવાનું ચૂકી ગયો અને બોલ સીધો તેના પેડ પર ગયો. ભારતીય ખેલાડીઓએ આના પર LBWની અપીલ કરી હતી પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને ફગાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ તરત જ શમી સાથે વાત કરી અને પોતાના બંને હાથ વડે ડીઆરએસ લેવા તરફ ઈશારો કરવા લાગ્યો પરંતુ સિગ્નલ પૂરો ન કર્યો. ભારતીય કેપ્ટનની આ ક્રિયા જોઈને મેદાન પર હાજર તમામ ખેલાડીઓની સાથે અન્ય લોકો પણ હસવાનું રોકી શક્યા નહીં.

ઓસ્ટ્રેલિયન ટીમે 361 રનમાં તેની ચોથી વિકેટ ગુમાવી દીધી હતી અને તે પછી ટીમનો પ્રથમ દાવ 469ના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ભારતીય ટીમ તરફથી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ સિરાજની શાનદાર બોલિંગ જોવા મળી હતી. સિરાજે 28.3 ઓવરમાં 108 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તેમાં ટ્રેવિસ હેડની મહત્વની વિકેટ પણ સામેલ છે.