Thursday, Aug 11, 2022 Today’s Paper

Rupal Chaudhary: વર્લ્ડ U-20 એથ્લેટિક્સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની રૂપલ ચૌધરી, રચ્યો ઈતિહાસ

05 Aug, 22 28 Views

રૂપલ ચૌધરી પહેલા હિમા દાસે વર્ષ 2018ની આવૃત્તિમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

Rupal Chaudhary: ભારતીય જુનિયર એથ્લેટ રૂપલ ચૌધરી (Rupal Chaudhary)એ મહિલાઓની 400 મીટર દોડમાં બ્રોન્ઝ અને 4*400 મીટર રિલેમાં સિલ્વર મેડલ (Silver Medal) જીત્યો છે. આ સાથે જ રૂપલ ચૌધરીએ વર્લ્ડ U-20 એથ્લેટિક્સ (World U-20 Athletics)માં ઈતિહાસ રચ્યો છે. રૂપલ ચૌધરી વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સના ઈતિહાસમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી (Indian player) બની ગઈ છે.  

વર્લ્ડ U-20 એથ્લેટિક્સમાં ભારતીય ટીમે 3.17.76 મિનિટના એશિયન જુનિયર રેકોર્ડ સાથે મેડલ જીત્યો હતો. આ દરમિયાન 4 ઓગસ્ટ, ગુરુવારે રાત્રે યોજાયેલી 400 મીટરની દોડમાં રૂપલ ચૌધરીએ 51.85 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી હતી. અહીં ગ્રેટ બ્રિટનની યેમી મારી (51.50)એ ગોલ્ડ જીત્યો હતો. આ પહેલા 2 ઓગસ્ટ, મંગળવારે રૂપલ 4*400 મીટર રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  

વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ટૂર્નામેન્ટ પહેલા વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ તરીકે જાણીતી હતી. આ ટુર્નામેન્ટની વાત કરીએ તો આ ટુર્નામેન્ટમાં ભારતના ખાતામાં 9 મેડલ આવ્યા છે. ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપડા વિશ્વ અંડર-20 એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતો. જેમાં રૂપલ ચૌધરી વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સમાં મહિલાઓની 400 મીટર દોડમાં મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની છે. તેના પહેલા હિમા દાસે વર્ષ 2018ની આવૃત્તિમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.  

વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ ટૂર્નામેન્ટ  મેડલ જીતનાર રૂપલ ચૌધરી યુપીના મેરઠ જિલ્લાની રહેવાસી છે. રૂપલ અત્યારે માત્ર 17 વર્ષની છે. તેના પિતા અહીંના શાહપુર જૈનપુર ગામમાં ખેતી કરે છે. રૂપાલ ચૌધરીએ જુનિયર કક્ષાએ યોજાયેલી રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પણ પોતાની છાપ ઉભી કરી છે. રૂપલ ચૌધરીની તાજેતરની સફળતા બાદ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ સહિત અનેક મોટી હસ્તીઓ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી રહી છે.

advertisment image