Sunday, Jul 03, 2022 Today’s Paper

IND vs SA T20: સુનીલ ગાવસ્કરે આ ગુજરાતી ખેલાડીને ગણાવ્યો 'મેચ વિનર', જાણો શું કહ્યું

12 Jun, 22 53 Views

ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને હવે માત્ર 4 મહિના જ બાકી છે

IND vs SA T20: ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League - IPL)ની 15મી સીઝનમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ટીમની જીત થઈ છે. ગુજરાત ટાઈટન્સ ટીમની આ જીતમાં કેપ્ટ્ન હાર્દિક પંડયાનો ખુબ મોટો હાથ હોવાનું કહેવાય છે. ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team)નો ખેલાડી અને ગુજરાતી હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ ટીમનું જે રીતે નેતૃત્વ કર્યું, તેની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. એવા સમયે હવે પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કરે (Sunil Gavaskar) મોટું નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની જોરદાર પ્રશંસા કરી હતી.

હાલમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે 5 T20 મેચોની સીરીઝ રમી રહી છે. આ પછી ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામે ટી20 મેચોની સિરીઝ રમશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને હવે માત્ર 4 મહિના જ બાકી છે. ત્યારે ભારત સહિત મોટાભાગની ટીમોએ આ વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે, હાર્દિક પંડ્યા ભારતીય ટીમનો મેચ વિનર સાબિત થશે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે, 'હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં ભારત માટે મોટો મેચ વિનર સાબિત થઈ શકે છે. બેટિંગ સિવાય હાર્દિક પંડ્યા બોલિંગમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે.'

સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, 'હાર્દિક પંડ્યા નવા બોલથી વધુ સારી બોલિંગ કરી શકે છે.' ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકા સામેની પાંચ મેચની ટી20 સીરીઝ માટે હાર્દિક પંડ્યા ભારતીય ટીમમાં પરત ફર્યો છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી20 મેચમાં હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 31 રન બનાવ્યા હતા.  

advertisment image