Wednesday, Aug 17, 2022 Today’s Paper

સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરને આ સ્પોર્ટ્સ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ, ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

06 Feb, 22 59 Views

મહાન ગાયિકાના નિધનથી દેશ અને દુનિયાના લાખો કલાપ્રેમીઓ દુઃખી છે

મુંબઈ : સુરસામ્રાજ્ઞી લતા મંગેશકર હવે આપણી વચ્ચે રહ્યા નથી. સ્વર કોકિલા લતા મંગેશકરે 6ફેબ્રુઆરી, રવિવારે સવારે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. ભારત રત્નથી સન્માનિત 92 વર્ષના આ મહાન ગાયિકાના નિધનથી દેશ અને દુનિયાના લાખો કલાપ્રેમીઓ દુઃખી છે. સામાન્ય લોકોથી લઈને રાજનેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, બધા તેમની યાદો શેર કરીને લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. લતા મંગેશકરની વિદાયથી રમતગમત જગત પણ નિરાશ થઈ ગયું છે. વિરાટ કોહલીથી લઈને વીવીએસ લક્ષ્મણ સુધીની અનેક ખેલ હસ્તીઓ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વિરાટ કોહલીએ લતા મંગેશકરના નિધન પર દુઃખી હૃદયે લખ્યું, 'લતાજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના મધુર ગીતોએ વિશ્વભરના લાખો લોકોને સ્પર્શ્યા. આ ગીતો અને યાદો માટે આભાર. પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે તેમના એક ગીત દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. KKRએ ટ્વીટ કર્યું, 'ફિર ઈસ જનમ મેં મુલાકાત હો ન હો'. મહાન ગાયિકા તેમના વારસા સાથે હંમેશા આપણી સાથે રહેશે.


શિખર ધવને ટ્વીટ કર્યું, 'તમારા ગીતો અમારા આત્માને સ્પર્શી ગયા. અમને સ્મિત આપ્યું લતાજી તમારા આત્માને શાંતિ આપે. તમે જે વારસો છોડ્યો છે તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

એ જ રીતે ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ સહિત અનેક રમતગમતની હસ્તીઓએ લતા મંગેશકરને તેમના ગીતો સાથે તેમની યાદો સાંકળતા યાદ કર્યા.

 

advertisment image