Thursday, Dec 02, 2021 Today’s Paper

IPL Mega Auctionની તૈયારીઓ શરૂ, ખેલાડીઓને રિટેન કરવાની પોલિસી જાહેરઃ ભારતીય ખેલાડીઓને મળશે વધુ મોકો

25 Nov, 21 13 Views

આઇપીએલ 2022માં 10 ટીમો લેશે ભાગઃ IPLની હરાજી પહેલા ખેલાડીઓની રિટેન પોલિસી જાહેરઃ ઓક્શનને લઇને ચારે તરફ ચર્ચાઓએ જોર પકડ્યું

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આગામી વર્ષે રમાનારી ટુર્નામેન્ટના શેડ્યૂલ ફાઈનલ કરી દીધું હોવાના અહેવાલ છે.  દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગના ઓક્શનને લઇને ચારે તરફ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આપીએલના મેગા ઓક્શન  માટે હવે માત્ર એક મહીના જેટલો સમય બાકી રહી ગયો છે. ઓક્શન પહેલા તમામ ટીમો ખેલાડીઓને રિટેન કરવાની રણનીતિ બનાવી રહી છે. દરેક ટીમને ચાર ખેલાડીઓને રિટેન કરવાની તક મળશે. ચેન્નાઇ સુપર કિંગ્સને એક વાર ફરી મહેન્દ્ર સિંહ ધોનને રિટેન કરી શકે છે જ્યારે દિલ્હી કેપિટલ્સ ઋસભ પંત સહિત અન્ય ખેલાડીઓને રિટેન કરવાની તૈયારીમાં છે.

જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં આઇપીએલ મેગા ઓક્શન ઇવેન્ટનું આયોજન કરી શકે છે. આ વખતે ઓક્શનમાં મોટી નીલામી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ ઓક્શન સંબંધિત અમુક નિયમોમાં થોડા બદલાવો કરાયા છે. આ વખતે 8ની જગ્યાએ 10 ટીમો આઇપીએલ રમવા મેદાનમાં ઉતરશે. આ આઇપીએલ સિઝન અંગે અમુક વિગતો સામે આવી છે.

ચેન્નાઇ સુપર કિંગ્સે બનાવી આ રણનીતિ
ચાર રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી સબમિટ કરવા માટે ફ્રેન્ચાઇઝીની પાસે હવે માત્ર છ દિવસ બાકી છે. આ દરમિયાન CSKમાં અનુભવી સુરેશ રૈનાના ભાવિ અંગે નવી અટકળો ચાલી રહી છે. ફ્રેન્ચાઇઝીને ચાર ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી સાથે મિ.આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈનાની બાદબાકી થઇ શકે છે. ફ્રેન્ચાઇઝના ભવિષ્યને ધ્યાનમાં રાખી આઇપીએલ સ્ટાર તેમની લિસ્ટમાં ફીટ બેસી રહ્યો નથી. જ્યારે અન્ય ચાર ખેલાડીઓ ધોની, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, ફાફ ડુપ્લેસી જરૂર રીટેન થશે તેવા અહેવાલો સાથે અફવાઓનું બજાર ગરમ થયું છે. ધોની IPLના ઈતિહાસમાં 59.48ની જીતની ટકાવારી સાથે 196માંથી 116 મેચ જીતનાર સૌથી સફળ કેપ્ટન પણ છે. આ ચાર ટાઇટલને ધ્યાનમાં રાખતા તેવી શક્યતા નહીવત છે કે ધોનીને રીટેન નહીં કરવામાં આવે.

ઋષભ માટે સારા સમાચાર
દિલ્હી કેપિટલ્સ ટીમે પોતાના સ્ટાર બેટ્સ મેન અને પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરવાન નિર્ણય લીઇ શકે છે. ઋભ પંતની સાથે, પૃથ્વી શૉ, અક્ષર પટેલ અન એનરિક નોર્કિયાને ટીમમાં કાયમ રાખી શકે છે. માટે ઋષભ પંત આગામી સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બની શકે છે.

રૈના નવી ટીમની સાથે જોવા મળી શખે છે
લખનોઉની ટીમ કેએલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. રિપોર્ટ અનુસાર ચેન્નાઇ સુરેશ રૈનાને રિલીઝ કરવાનો નિર્ણય લીઇ શકે છે. આ વખતે રૈના પણ નવી ટીમની સાથે મેદાનમાં જોવા મળી શકે છે.

કેકેઆરમાં વેંકટેશની નિશ્ચિતા સામે સવાલ
કોલકાતા નાઇટ રાઇડર્સ સ્પિન ઓવરાઉન્ડર સુનીલ નરેનની સાથે આંદ્રે રસેલને ટીમમાં યથાવત રાખી શકે છે. જ્યારે  ટીમ મેનેજમેન્ટ વેંકટેશ અય્યરને લઇને હજી સંપૂર્ણ રીતે નિશ્ચિત નથી.

આ વખતે 10 ટીમો લેશે ભાગ
2021માં કોરોનાના કારણે આઈપીએલ ભારતમાં સ્થગિત થયા બાદ દુબઈ ખસેડવામાં આવી હતી. બીસીસીઆઈએ આ વખતે આઈપીએલમાં 10 ટીમો ઉતારવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમોનો સમાવેશ કરાયો  છે.

આ વખતની આઈપીએલમાં શું છે ખાસ
આ વખતે આઈપીએલમાં મેગા ઓક્શન ખાસ છે. ચાર ખેલાડીઓને દરેક ટીમ રિટેન કરી શકે છે. બાકીના ખેલાડી ઓક્શનમાં જશે. ટીમો તેમનું પ્લાનિંગ કરી રહી છે. અમદાવાદ અને લખનઉની ટીમના આગમનથી રોમાંચ વધશે. આ બંને ટીમો પોતાની ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરશે તેના પર પણ ઓક્શનમાં નજર રહેશે.

IPL 2022માં 10 ટીમો વચ્ચે ટક્કર
IPL 2022માં ટુર્નામેન્ટનો ઉત્સાહ અનેકગણો વધી જશે કારણ કે આવતા વર્ષે અમદાવાદ અને લખનઊની બે નવી ટીમો ભાગ લેશે. આ 2 ફ્રેન્ચાઇઝીએ કોર ટીમ તૈયાર કરવાની છે, જેના માટે તેણે પહેલા કેપ્ટનની પસંદગી કરવી પડશે.

આ કંપનીઓને મળી નવી ટીમો
RP-SG ગ્રૂપે 7,090 કરોડ રૂપિયામાં લખનઊની ફ્રેન્ચાઇઝી ખરીદી છે. જ્યારે CVC કેપિટલે અમદાવાદની ટીમની માલિકી 5,166 કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે.

અમદાવાદના કેપ્ટન માટે આ ખેલાડી રેસમાં
CVC કેપિટલએ આંતરરાષ્ટ્રીય ઇન્વેસ્ટમેન્ટ ફર્મ છે. જેણે નવી IPL ટીમો માટે બીજી સૌથી વધુ બોલી લગાવી છે. અમદાવાદની ટીમનું હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે. પરંતુ હાલ તો અમદાવાદની ટીમના કેપ્ટનની શોધ થઈ રહી છે. જેમાં એક ભારતીય અને બે ઓસ્ટ્રેલિયન ખેલાડી રેસમા છે.

IPLમાં ટીમો કેવી રીતે કરશે ખેલાડીઓને રિટેન?
આઈપીએલ 2022 (IPL) માટે રિટેંશન પોલિસીની જાહેરાત થઈ ચૂકી છે. જેના કારણે તમામ જૂની ટીમો પોતાની ટીમમાં સામેલ ચાર ચાર ખેલાડીઓને રિટેન કરી શકે છે. જ્યારે જે નવી ટીમ બની છે તેમાં ડ્રાફ્ટ મારફતે 3 ખેલાડીઓને મેળવી શકે છે. 'ડ્રાફ્ટ દ્વારા ત્રણ ખેલાડી મેળવવા માટે નવી ટીમો પાસે કોઈ અવસર જ રહેશે નહીં. જો તમામ આઠ ટીમો 3-3 ભારતીય ખેલાડીઓને રિટેન કરશે તો પછી 24 ખેલાડીઓ તો આમ પણ જશે. ત્યાર બાદ બન્ને નવી ટીમો માટે સારા ભારતીય ખેલાડીઓ બચશે કેવી રીતે?

ભારતીય ખેલાડીઓને મળશે વધુ મોકો
આઈપીએલમાં 2 ટીમ વધવાના કારણે ભારતીય ખેલાડીઓને વધુ મોકો મળશે. કારણ કે એક ટીમમાં 7 ભારતીય અને 4 વિદેશી ખેલાડી હોવા જોઈએ. યુવાઓ પોતાનું ટેલેન્ટ દેખાડી અને સારું પ્રદર્શન કરતા ભારતીય ટીમમાં સ્થાન બનાવી શકે છે.

કંઇ રીતે લાઇવ જોઇ શકાશે IPL 2022 મેગા ઓક્શન?
IPL 2022 મેગા ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે અને ચાહકો ડિઝની+ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ટૂર્નામેન્ટને લાઈવ જોઇ શકશે. IPL 2022 માટે મેગા ઓક્શન ભારતમાં યોજાશે.

IPL 2022 મેગા ઓક્શનના નિયમો
સેલરી કેપ – રૂ. 90 કરોડ, જૂની ફ્રેન્ચાઇઝી 30 નવેમ્બર, 2021 સુધીમાં રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરશે. વધુમાં વધુ 4 ખેલાડીઓ જાળવી શકાશે.

advertisment image