પાકિસ્તાન જીતશે તો ભારતને થશે ફાયદો
ટી 20 વલ્ડકપમાં ભારતીય ટીમની શરુઆત સારી ન હોવાના કારણે પાકિસ્તાને 10 વિકેટથી જીત પ્રાપ્ત કરી હતી. આવું પ્રથમ વખત થયું છે કે, પાકિસ્તાને ભારતને પ્રથમ મેચમાં હરાવી દીધું હોય. જો કે, હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. આજની મેચ ઉપરમાં જાણવા તમામ માહિતી જાણવા મળશે. જો કે આજની મેચમાં પાકિસ્તાન જીતશે તો પોઈન્ટ ટેબલમાં ભારતને ફાયદો થઈ શકે છે.
ટીમ ઈન્ડિયા ટી 20 વલ્ડકપના ગ્રુપ 2માં છે. આ ગ્રુપમાં ભારત,પાકિસ્તાન,અફગાનિસ્તાન,ન્યુઝિલેન્ડ,સ્કોટલેન્ડ અને નામીબીયા પણ છે. દરેક ટીમ એક બીજા સાથે મેચ રમશે. પાકિસ્તાને પોતાની પહેલી મેચ જીતી લીધી છે અને અફગાનિસ્તાને સ્કોટલેન્ડને હરાવી દીધી છે. જો કે, ભારતીય ટીમને હવે દરેક મેચ જીતવી પડશે.
આપણે રેકોર્ડ ઉપર એક નજર નાખીએ તો, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી 20 વલ્ડકપમાં બે મેચ થયા છે અને તે બન્ને મેચમાં ભારતની હાર થઈ છે. ન્યુઝીલેન્ડે ભારતને 2007 અને 2016ના ટી 20 વલ્ડકપમાં માત આપી હતી.
ભારતના આગામી મેચ
31 ઓક્ટોબર- ન્યુઝિલેન્ડ
3 નવેમ્બર- અફગાનિસ્તાન
5 નવેમ્બર- સ્કોટલેન્ડ
8 નવેમ્બર- નામીબિયા
પાકિસ્તાનની જીતથી ભારતને થશે ફાયદો?
ટી 20 વલ્ડકપમાં મંગળવાર એટલે આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ છે. જેમા પોકિસ્તાન ફોર્મમાં હોવાના કારણે હાલ તેની જીતવાની શક્યતા દેખાઈ રહી છે. જો આજની મેચમાં પાકિસ્તાન જીતશે તો ભારતને ફાયદો થઈ શકે છે અને ભારત ન્યુઝિલેન્ડને હરાવી દેશે તો આગામી સેમી ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ શકે છે.
Trending Tags: