Saturday, Dec 09, 2023 Today’s Paper

ડી કૉક ઘૂંટણીયે બેસવા નહતો તૈયાર, વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ મેચમાં ખુદને બહાર કર્યો

26 Oct, 21 95 Views

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક આદેશ જાહેર કર્યો હતો

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કૉકે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2021ની મેચમાં ચોકાવતા પોતાનું નામ પરત લઇ લીધુ હતુ.

ડી કોક મેચ પહેલા બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટના સપોર્ટમાં ઘૂંટણીયે બેસવા માટે તૈયાર નહતો. આ કારણે તે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ મેચ પસંદગી માટે ઉપલબ્ધ નહતો.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ એક આદેશ જાહેર કર્યો હતો કે વર્લ્ડકપની બાકી રહેલી મેચમાં તમામ ખેલાડીઓએ બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટના સપોર્ટમાં ઘૂંટણીયે બેસવુ પડશે.

બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ, “ટીમે નસ્લવાદ વિરૂદ્ધ એકજૂટ અને સતત સ્ટેન્ડ લેતા જોવુ અનિવાર્ય છે, વિશેષ રીતે સાઉથ આફ્રિકાના ઇતિહાસને જોતા.”

મહત્વપૂર્ણ છે કે શનિવારે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલા મુકાબલામાં ડી કૉક એકલો ખેલાડી હતો જે ઘૂંટણીયે બેઠો નહતો, જેને લઇને સાઉથ આફ્રિકન બોર્ડે નિરાશા વ્યક્ત કરતા તમામ ખેલાડીઓને ઘૂંટણીએ બેસવાના આદેશ આપ્યા હતા.