Thursday, Aug 11, 2022 Today’s Paper

Twitter : એલોન મસ્ક ટ્વિટરના બોર્ડમાં નહીં જોડાય, જાણો કંપનીના સીઈઓએ શું આપી માહિતી

11 Apr, 22 68 Views

એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વીટર કંપનીમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે

Twitter: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk) ટ્વિટર (Twitter)માં હિસ્સો ખરીદ્યો ત્યારથી સમાચાર વહેતા થયા હતા કે, હવે એલોન મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે. જેને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ હવે આ તમામ ચર્ચાનો અંત આવી ગયો છે. કારણ કે, ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલે (Parag Agarwal) 11 એપ્રિલ, સોમવારે ટ્વિટ કર્યું હતું. આ ટ્વીટમાં પરાગ અગ્રવાલે કહ્યું કે, એલોન મસ્ક હવે ટ્વિટરના બોર્ડ (Twitter board)માં રહેશે નહીં. આ માહિતી સામે આવ્યા પછી, જે લોકો એલોન મસ્કને બોર્ડમાં સામેલ કરવા અને કંપનીને વધુ ઊંચાઈ પર લઈ જવા માંગતા હતા તેઓ ખૂબ જ નિરાશ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે  કે, એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વીટર કંપનીમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો છે. ત્યારથી, એલોન મસ્કના ટ્વીટરના બોર્ડમાં જોડાવાની ચર્ચા છે. કારણ કે, ટ્વીટરમાં હિસ્સો ખરીદ્યા પછી જ એલોન મસ્કે ટ્વિટર પર એક પોલ પણ કર્યો હતો. જેમાં એલોન મસ્કે ટ્વીટર યુઝરને પૂછ્યું હતું કે, 'ટ્વિટર પર એડિટ બટન સામેલ કરવું જોઈએ કે નહીં.' આ પોલના ટ્વીટ પર ટ્વીટર કંપનીના સીઈઓ પરાગ અગ્રવાલે પણ જવાબ આપ્યો હતો. પરાગ અગ્રવાલે કહ્યું કે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ પોલમાં યોગ્ય રીતે મતદાન કરો. આટલું જ નહીં આ ટ્વીટના થોડા દિવસો બાદ પરાગ અગ્રવાલે માહિતી આપી હતી કે એલોન મસ્ક ટ્વિટરના બોર્ડમાં જોડાશે. પરંતુ હવે પરાગ અગ્રવાલે જ માહિતી આપી છે કે, એલોન મસ્ક ટ્વીટર કંપનીના બોર્ડમાં જોડાશે નહીં.

આજના ટ્વીટમાં પરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, 'અમે બોર્ડમાં જોડાવા સિવાય અન્ય ઘણા મુદ્દા પર એલોન મસ્ક સાથે વાત કરી હતી, પરંતુ એલોન મસ્કે તેમાં રસ દાખવ્યો નથી અને તેઓ હજુ બોર્ડમાં જોડાશે નહીં.

નોંધનીય કછે કે, એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વીટર કંપનીમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો ત્યારથી કંપનીનું બજાર મૂલ્ય વધ્યું છે.  અત્યાર સુધીમાં કંપનીના મૂલ્યમાં 27 ટકાનો વધારો થયો છે. આ સમાચાર આવતા જ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

advertisment image