Thursday, Aug 11, 2022 Today’s Paper

Tweet Per Month: હેવ ટ્વિટર પર તમારા દરેક ટ્વિટનો રખાશે હિસાબ, જાણો કેમ

03 Aug, 22 31 Views

ટ્વિટરે તેના 237 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓનું મુદ્રીકરણ કર્યું છે

Tweet Per Month: સોશિયલ મીડિયા (Social Media)ના ઉપયોગનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. એવા સમયે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Twitter)નો ઉપયોગ પણ વધ્યો છે. જો તમે પણ ટ્વીટરનો ઉપયોગ કરો છો, તેની આગામી નવું ફીચર (New feature) તમને આશ્ચર્યચકિત કરી શકે છે. કારણ કે, નવા ફીચર બાદ ટ્વિટર તમારા દરેક ટ્વિટની ગણતરી રાખશે. હકીકતમાં ટ્વિટર એક નવા ફીચરના ટેસ્ટિંગ પર કામ કરી રહ્યું છે.

ટ્વીટરનું આ નવું ફીચર આવ્યા બાદ તમે 1 મહિનામાં કેટલી ટ્વિટ કરી છે. તે તમામ ગણતરી કરવામાં આવશે. આ સાથે જ તમને જણાવી દઈએ કે હવે એ જાણવું સરળ થઈ જશે કે 1 મહિનામાં કોણ કેટલી ટ્વિટ કરે છે. જેનો અર્થ એ કે, તમે જે વ્યક્તિને ફોલો કરવા જઈ રહ્યા છો, તે દર મહિને કેટલું ટ્વિટર વાપરે છે.

જો વાત કરીએ ટવીટરના નવા ફીચરની તો, નવા ફીચરથી એ જાણવું સરળ થઈ જશે કે કોઈ પણ વ્યક્તિ ટ્વિટરનો કેટલો ઉપયોગ કરે છે. વર્ષ 2019માં પ્રકાશિત પ્યુ રિસર્ચ સેન્ટ અનુસાર, ફક્ત 10 ટકા ટ્વીટર વપરાશકર્તાઓ પ્લેટફોર્મના 80 ટકા ટ્વીટ કરે છે. ભારતમાં સરેરાશ એક યુઝર મહિનામાં માત્ર બે વાર ટ્વીટ કરતા હોવાનું આ રિસર્ચમાં જાણવા મળ્યું છે. ટ્વિટરે તેના 237 મિલિયન દૈનિક સક્રિય વપરાશકર્તાઓનું મુદ્રીકરણ કર્યું છે.

ટ્વીટરનું આ ફીચર તે લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે, જેઓ આખો દિવસ આ એપ પર પોતાનો ઘણો સમય વિતાવે છે. ટ્વિટરના રિવર્સ એન્જિનિયર્સે આ ફીચર વિશે 1 મહિના પહેલા માહિતી આપી હતી. પરંતુ આજે સવારથી આ ફીચર કેટલાક યુઝર્સના એકાઉન્ટ પર દેખાવાનું શરૂ થઈ ગયું છે. 

Trending Tags:

advertisment image