Thursday, Aug 11, 2022 Today’s Paper

Facebook Security Tips તમારા ફેસબુક એકાઉન્ટને હેક થતું બચાવવા, ઓન કરો આ સિક્યોરિટી સેટીંગ

04 Aug, 22 21 Views

અહીં યુઝર્સ પોતાના ફોટા, વિડિયો, બ્લોગ્સ અને બીજી ઘણી અંગત વસ્તુઓ શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં તમારી પ્રાઇવસી જોખમમાં મુકાઈ શકે છે.

આજે સમગ્ર વિશ્વ સોશિયલ મીડિયાના ફેસબુક જેવા પ્લેટફોર્મ પર એક્ટિવ છે.(Facebook security settings) અહીં યુઝર્સ પોતાના ફોટા, વિડિયો, બ્લોગ્સ અને બીજી ઘણી અંગત વસ્તુઓ શેર કરતા રહે છે. આવી સ્થિતિમાં તમારી પ્રાઇવસી જોખમમાં મુકાઈ શકે છે. એવા ઘણા ઉદાહરણો છે જેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. (Facebook user guide) જેના કારણે ઘણી વખત લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (Facebook privacy)પરંતુ આ જોખમને ટાળી શકાય છે. ફેસબુકમાં ઘણી એવી સેટિંગ્સ છે, જે એકાઉન્ટને હેક થવાથી બચાવે છે. આવો જાણીએ તેના વિશે-

1-લોગિન સેટિંગઃ
સૌથી પહેલા ફેસબુક પર જઈને તમારે ચેક કરવાનું રહેશે કે ફેસબુક એકાઉન્ટ ક્યાંથી લોગ ઈન છે. આ માટે તમારે ફેસબુકના સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ સિક્યોરિટી અને લોગિન પર ક્લિક કર્યા બાદ એક ટેબ ખુલશે. જ્યાંથી જાણી શકાશે કે તમારું ફેસબુક એકાઉન્ટ કઈ સિસ્ટમથી લોગઈન થયું છે. જો ત્યાં કોઈ અજાણી સિસ્ટમ દેખાઈ રહી છે, તો તમે ત્યાંથી સીધા જ લોગ આઉટ કરી શકો છો. અને તે પછી તમે ફેસબુકનો પાસવર્ડ બદલીને તમારું એકાઉન્ટ સુરક્ષિત કરી શકો છો.

2-ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન:
જો કોઈ ક્યારે પણ તમારા એકાઉન્ટમાં લોગિન કરવાનો પ્રયાસ કરે છે, તો તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન દ્વારા ફેસબુકને સુરક્ષિત કરી શકો છો. સિક્યોરિટી અને લૉગિનના છેલ્લે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન દેખાશે. હવે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કરવાની બે રીત છે, પ્રથમ ઓથેન્ટિકેશન એપ દ્વારા અને બીજી ટેક્સ્ટ મેસેજ દ્વારા. ઓથેન્ટિક એપ્લિકેશનમાં એક કોડ જનરેટ થશે, જે વેરિફિકેશન કોડ છે, તે જ ટેક્સ્ટ મેસેજ (SMS) પર ક્લિક કરીને ચાલુ પર ક્લિક કરો, મોબાઇલ નંબર અને ફેસબુક પાસવર્ડ દાખલ કર્યા પછી, કન્ટીન્યુ પર ક્લિક કરો. તે પછી કોડ દાખલ કરો. આ સાથે ટુ ફેક્ટ ઓથેન્ટિકેશન એક્ટિવ થશે.

3-એકસ્ટ્રા સિક્યોરિટી સેટિંગઃ આ બધા સિવાય ત્રીજો એક્સ્ટ્રા સિક્યુરિટી વિકલ્પ પણ ઉપલબ્ધ છે. આ માટે, સિક્યોરિટી અને લોગિન પર ગયા પછી, તમે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હેઠળ એક્સ્ટ્રા સિક્યુરિટીના સેટિંગમાં વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો. પહેલો વિકલ્પ એ છે, જેમાં જો કોઈ પણ એકાઉન્ટમાં લોગઈન કરવાનો પ્રયાસ કરશે, તો તે નોટિફિકેશન, મેસેજ અને ઈમેલ દ્વારા જાણી શકાશે.

બીજી રીત એ છે, તમે ત્રણથી પાંચ કોન્ટેક્ટ્સ સિલેક્ટ કરવા જેથી ફેસબુક હેક થઈ જાય તો પણ, એ કોન્ટેક્ટ્સની મદદથી ફેસબુક એકાઉન્ટને રિકવર કરી શકાય. આમાં ઓપ્શન આપવામાં આવ્યો છે, જેના દ્વારા કોઈપણ પોતાનો અન્ય કોન્ટેક્ટ એડ કરી શકે છે.

advertisment image