Thursday, Dec 02, 2021 Today’s Paper

Mercedesએ લોન્ચ કરી A45S કાર, 3 સેકન્ડમાં પકડે છે આટલી સ્પીડ

20 Nov, 21 48 Views

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડલ 2-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે

નવી દિલ્હી : જર્મન લક્ઝરી કાર કંપની મર્સિડીઝ-બેન્ઝે શુક્રવારે તેની કોમ્પેક્ટ કાર AMG A45 S 4MATIC+ રજૂ કરી છે. તેની શોરૂમ કિંમત 79.50 લાખ રૂપિયા છે. મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોડલ 2-લિટર ટર્બોચાર્જ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 421 એચપીનો પાવર આપે છે. આ મૉડલ 3.9 સેકન્ડમાં 0-100 kmphની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 270 kmph છે.

તે AMG SpeedShift DCT 8G ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે, જે AMG A45S પરના એન્જિન સાથે વિશિષ્ટ રીતે જોડાયેલું છે. અન્ય પરફોર્મન્સ એન્હાન્સમેન્ટ ફીચર્સમાં AMG એક્ટિવ રાઈડ કંટ્રોલ અને AMG પરફોર્મન્સ 4મેટિક+ ઓલ-વ્હીલ ડ્રાઈવ AMG ટોર્ક કંટ્રોલનો સમાવેશ થાય છે. કારમાં ડેડિકેટેડ ડ્રિફ્ટ મોડ પણ છે. કારને "સ્લિપરી", "કમ્ફર્ટ", "સ્પોર્ટ", "સ્પોર્ટ+", "ઈન્ડિવિડ્યુલ" અને "રેસ" ડ્રાઇવ મોડ્સ મળે છે.

માર્ટિન શ્વેન્ક, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO), મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમે નવી Mercedes-AMG A45 S 4MATIC+ લોન્ચ કરીને અમારી A-ક્લાસ રેન્જને મજબૂત બનાવી રહ્યા છીએ. તે દેશની સૌથી ઝડપી હેચબેક કાર છે.

 

તેમણે ઉમેર્યું હતું કે કંપની તેની એકંદર વૃદ્ધિ વ્યૂહરચનામાં નવી પેઢીની સ્પોર્ટ્સ કારના મહત્વ પર પણ ભાર મૂકી રહી છે. દેખાવના સંદર્ભમાં, A45Sને ટ્વીન રાઉન્ડ ટેલ પાઇપ્સ, મોટા વ્હીલ્સ અને સ્પોર્ટિયર સ્ટેન્સ મળે છે. આ મર્સિડીઝ કાર સન યલો, પોલર વ્હાઇટ, માઉન્ટેન ગ્રે, ડિઝાઇનો પેટાગોનિયા રેડ, ડિઝાઇનો માઉન્ટેન ગ્રે મેગ્નો અને કોસ્મોસ બ્લેક કલરમાં આવે છે.

કારના ઈન્ટિરિયરની વાત કરીએ તો તેમાં સ્પોર્ટ્સ સીટ છે, જ્યારે કોન્ટ્રાસ્ટ ટોપસ્ટીચિંગ પણ છે. તેમાં હેડ અપ ડિસ્પ્લે પણ છે. આ સિવાય 12 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને આવા ઘણા ફીચર્સનું સારું લિસ્ટ છે.  

Trending Tags:

advertisment image