Thursday, Aug 11, 2022 Today’s Paper

OPPO A77 4G: 50MP કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે OPPO A77 4G સ્માર્ટ ફોન લૉન્ચ થયો

04 Aug, 22 42 Views

Oppo Smart Phone- ઓપ્પોએ ભારતીય ફોન માર્કેટમાં નવો A-સિરીઝનો બજેટ સ્માર્ટફોન Oppo A77 4G લોન્ચ કર્યો છે, આજથી Oppo A77 4Gનું ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ શરુ થયું છે.જાણો અન્ય ફીચર્સ અને કિંમત

OPPO A77 4G : ઓપ્પોએ ભારતીય ફોન માર્કેટમાં નવો A-સિરીઝ સ્માર્ટફોન Oppo A77 4G લોન્ચ કર્યો છે. (Oppo Smart phone Launch )Oppoના લેટેસ્ટ સ્માર્ટફોનમાં MediaTek Helio G35 પ્રોસેસર અને 4 GB રેમ ઉપલબ્ધ છે. Oppoના આ બજેટ સ્માર્ટફોનમાં સિંગલ સ્ટોરેજ ઓપશન આપવામાં આવ્યો છે. આ ફોન 5,000 mAh બેટરી, 50MP કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ જેવી સુવિધાઓ ઉમેરવામાં છે.(Buy Oppo Smart phone)

કેટલાક સમયથી આ ફોન વિશે લીક રિપોર્ટ્સ સામે આવી રહ્યા હતા. પણ આજથી Oppo A77 4Gનું ઓનલાઈન અને ઓફલાઈન વેચાણ શરુ થઇ ગયું છે. ફોનમાં સનસેટ ઓરેન્જ અને સ્કાય બ્લુ કલરના વિકલ્પો છે. તેની કિંમત 15,499 રૂપિયા રાખવામાં આવી છે.(Oppo A77 details)

Oppo A77 કિંમત-
ભારતમાં Oppo A77 4GB + 64GB કન્ફિગરેશનની કિંમત 15,499 રૂપિયા છે. ઓનલાઈન અને ઓફલાઈન બજારમાં ખરીદી શકો છો. યુઝર્સ તેને ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને ઓપ્પો સ્ટોર્સ પરથી પણ ખરીદી શકે છે. Oppo A77ના ખરીદદારો ICICI બેંક કાર્ડ દ્વારા ચુકવણી પર લોન્ચ ઓફર તરીકે 10% કેશબેક મેળવી શકે છે.

Oppo A77 ફીચર્સ-
Oppoના આ બજેટ ફોનમાં 6.56 ઇંચની HD+ LCD ડિસ્પ્લે છે. આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે ડિસ્પ્લે ડિઝાઇન ઉપલબ્ધ છે. ફોનની ઇન્ટરનલ મેમરી વધારવા માઇક્રો SD કાર્ડનો ઉપયોગ કરી શકો છો. Oppoના આ ફોનમાં 5,000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.  OPPO A77માં MediaTek HelioG35 પ્રોસેસર આપવામાં આવ્યું છે.

50MP કેમેરા-
Oppo A77માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 50MP મેઈન કેમેરા, 2MP સેકન્ડરી સેન્સર અને LED ફ્લેશ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MP ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર સેટઅપ પણ ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.
 

Trending Tags:

advertisment image