સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના વાયરસના નામથી થરથર ધુજી ગયું છે રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 એ પહોંચી છે જેમાં પોરબંદરના ત્રણ કેસનો સમાવેશ થયો છે પરંતુ છેલ્લા ચોવીશ કલાકમાં પોરબંદરઅને દેવભૂમિ દ્વારકાના કુલ 15 કોરોના ટેસ્ટ રિપોર્ટ જામનગરની જી,જી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 14 પૉરબંદર અને એક દેવભૂમિ દ્વારકાનું સેમ્પલ હતું તે તમામ 15 સેમ્પલો નો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે જોકે પોરબંદર માં બે દિવસ પહેલા ત્રણ પોઝિટિવ કેસ આવ્યા બાદ તત્ર હરકતમાં આવી ગયું હતું અને કેટલાક લોકોના સેમ્પલો જામનગર જી,જી હોસ્પિટલમાં મોકલેલ હતા જેમાં પોરબંદર ના 14 અને દેવભૂમિ દ્વારકાનું પણ એક સેમ્પલ હતુંતે તમામનો આજે જામનગરની જી,જી હોસ્પિટલ માંથી નેગેટિવ રિપોર્ટ આવતા ગાંધીભૂમિના લોકોને હાશકારો થયો છે જોકે રાહત ના સમાચાર વચ્ચે પણ લોકડાઉનની અમલવારીમાં કોઈ લોકો ફેરફાર કરે નહીં તેવી અપીલ પણ તંત્ર એ કરી હતી.
શું ખબર...?