////

રાજ્યમાં આજથી 4 મહાનગરમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યૂ

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણના પગલે રાજ્ય સરકારે 31 માર્ચ સુધી રાજ્યના 4 મહાનગરમાં રાત્રિ કરફ્યુમાં બે કલાક વધારી દીધા છે. ત્યારે આ અગાઉ રાત્રિ કરફ્યુ રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી હતો. જે આજથી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી થઈ જશે.

રાજ્યના 4 મહાનગરોમાં આજથી રાત્રિ કરફ્યૂ લાગૂ થશે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાનો સમાવેશ થાય છે. આ અગાઉ રાજ્ય સરકારે 16 માર્ચ સુધી આ 4 મહાનગરોમાં રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ આપ્યો હતો.

તો બીજી બાજુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કોર કમિટીની બેઠક થઈ હતી. જેમાં કોરોના સંક્રમણને રોકવાને લઈને મહત્વના નિર્ણય કરવામાં આવ્યા. કોરોના સંક્રમણને રોકવાને લઈને સબંધિત મ્યૂનિસિપલ કમિશનર યોગ્ય નિર્ણય લઈ શકે છે અને તેમને કોઈ પણ કાર્યવાહી કરવાની છૂટ આપવામાં આવી છે.

કોરોના વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થવાના મુદ્દે નીતિન પટેલે જણાવ્યું કે, આવા એકાદ કિસ્સા સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે વેક્સિનના 14.5 લાખથી વધુ ડોઝ મોકલ્યા છે. રાજ્ય પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ છે, કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા નથી.

Leave a Reply

Your email address will not be published.