////

નવા કોરોના વાઈરસે વધારી ચિંતા, આ રાજ્યમાં આજથી નાઈટ કરફ્યુ

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આગામી તહેવારો જેવા કે ક્રિસમસ, ન્યૂ યરને પગલે કોરોના ફરી એકવાર ઉથલો મારવાની શકયતા રહેલી છે. તેના કારણે અનેક રાજ્ય સરકારોએ અત્યારથી જ તકેદારીના ભાગરૂપે પગલા લેવાનું શરૂ કરી દીધું છે. જ્યારે બીજી તરફ બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને પણ સરકારોને વિચારવા પર મજબૂર કરી દીધું છે.

મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નિર્ણય બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને પગલે લેવામાં આવ્યો છે. ઉદ્વવ સરકારના નવા આદેશ મુજબ નાઇટ કર્ફ્યુ રાત્રે 11 કલાકથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. આ કર્ફ્યુ 5 જાન્યુઆરી 2021 સુધી લાગૂ રહેશે.

મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત ક રી હતી. ત્યારબાદ રાજ્યના કેટલાક ભાગોમાં નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. તેની સાથે જ ઉદ્ધવ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે મુજબ હવે યૂરોપિય દેશો અને મિડલ ઈસ્ટના દેશોથી આવનારા યાત્રીઓને જરૂરી ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાંથી પસાર થવું પડશે. એટલે કે નિયત સમયગાળા સુધી એ તમામ યાત્રીઓને સરકારની નજર હેઠળ રહેવું પડશે. તે પછી જ તેઓ પોતાના ઘરે જઇ શકશે.

ઉલ્લેખનીય છે કે બ્રિટન પછી હવે ઓસ્ટ્રેલિયાના બે લોકોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. એક ખાનગી ન્યૂઝ એજન્સીની જાણકારી આપી છે. જેમાં ઓસ્ટ્રેલિયન સરકારના હવાલાથી જણાવવામાં આવ્યું કે, બંને લોકો કેટલાક દિવસ પહેલા બ્રિટનની યાત્રાથી પરત ફર્યા છે. કોરોનાના આ નવા સ્ટ્રેનને VUI-202012/01 નામ આપવામાં આવ્યું છે. આશંકા છે કે, પહેલા વાયરસથી 70 ટકા વધારે સંક્રમણ ફેલાવનાર છે.

યૂરોપિયન મેડિસિન રેગ્યુલેટરે ફાઈઝર અને બાયોએનટેક દ્વારા બનાવેલી કોવિડ-19 વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. એક અઠવાડિયાની અંદર જ આનું ઈનોક્યૂલેશન શરૂ થઇ જશે. તો સાઉદી અરબ સરકારે ઈન્ટરનેશલ ફ્લાઈટ્સ પર એક અઠવાડિયાનું પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદીએ પોતાની બોર્ડર પણ એક અઠવાડિયા માટે સીલ કરી દીધી છે. સરકાર તરફથી કહેવામાં આવવી રહ્યું છે કે, જે લોકો યૂરોપીયન દેશોથી સઉદી આવ્યા છે, તેમને બે અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવું પડશે. જ્યારે જે લોકો પાછલા 3 મહિનામાં યૂરોપ અથના નવા કોરોના સ્ટ્રેનવાળા વિસ્તારમાંથી આવ્યા છે, તેમને કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

આ ઉપરાંત તુર્કીએ પણ બ્રિટન, ડેનમાર્ક, સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડથી આવનાર ફ્લાઈટ પર અસ્થાઇ પ્રતિબંધ લગાવી દીધો છે. 13 યૂરોપીયન દેશો ફ્રાંસ, જર્મની, ઈટલી, સ્વિટ્ઝલેન્ડ, પોર્ટૂગલ, બેલ્ઝિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે પણ યુકેથી આવનાર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે.

ભારતે પણ 31 ડિસેમ્બર સુધી યૂકેથી આવનાર ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેનેડા, આયર્લેન્ડ, ચિલી જેવા કેટલાક અન્ય દેશોએ પણ બ્રિટન આવનાર અને જનાર ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.