///

નવરાત્રિનું નવમું નોરતું : સિદ્ધિઓ અર્પણ કરનાર માતા સિદ્ધિદાત્રીની કૃપાથી મહાદેવ ‘અર્ધનારેશ્વર’ કહેવાયા

નવલી નવરાત્રિનો આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. ત્યારે નવરાત્રિના 9 દિવસે અલગ-અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. ત્યારે આજે નવરાત્રિના નવમો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે, માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

આ ઉપરાંત તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ અર્પણ કરી છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ કમળ પર બિરાજમાન છે અને તેમના હાથોમાં કમળ, શંખ, ગદા, સુદર્શન ચક્ર છે. સિદ્ધિદાત્રી દેવી સરસ્વતીનું પણ સ્વરૂપ છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી તરીકે પૂજાય છે.

દેવી પૂરાણમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવને પણ માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ હતી. તેમના કારણે જ ભગવાન શિવનું અડધુ શરીર નારીનું થયું હતું, જેને કારણે તેઓ અર્ધનારેશ્વર તરીકે પણ જાણીતા થયાં.

માતા સિદ્ધિદાત્રીની પૂજા
સિદ્ધિદાત્રી દેવીની પૂજા સવારના સમયમાં માતા સમક્ષ દીપ પ્રગટાવીને તેમજ માતાને નવ કમળના ફૂલ અર્પિત કરવામાં આવે છે. ત્યારબાદ માતાને નવ પ્રકારના ભોજન અર્પિત કરાય છે. નવરાત્રિના સમાપન માટે નવમી પૂજનમાં હવન પણ તેમની પૂજા થાય છે. તેના પૂજન અને કથા બાદ જ નવરાત્રિનું સમાપન થાય તે શુભ મનાય છે. આ દિવસે દુર્ગાસપ્તશતીના નવમાં અધ્યાયથી માતાનું પૂજન કરો. નવરાત્રમાં આ દિવસે દેવી સહિત તેમના વાહન , હથિયારો, અન્ય દેવી દેવતાઓના નામથી હવન કરવાનું વિધાન છે.

Leave a Reply

Your email address will not be published.