////

કોરોના વેક્સિનની અછત પર નીતિન ગડકરીએ કહ્યું – વધુ 10 કંપનીઓને વેક્સિનનું ઉત્પાદન કરવાની મંજૂરી આપવી જોઈએ

દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે કોરોનાને કાબૂમાં કરવા માટે વેક્સિનેશન પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સૂચન આપ્યું કે, કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવા માટે કેટલીક દવા કંપનીઓને તેના ઉત્પાદનની મંજૂરી આપવી જોઇએ.

યૂનિવર્સિટીઓના કુલપતિઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વિશે આગ્રહ કરશે કે દેશમાં જીવન રક્ષક દવાઓનું ઉત્પાદન વધારવા માટે દવા કંપનીઓને મંજૂરી આપવા માટે કાયદો બનાવવો જોઇએ.

ગડકરીએ કહ્યું, જેમાં દવાના પેટન્ટ ધારકોને અન્ય દવા કંપનીઓ દ્વારા 10 ટકા રોયલ્ટી આપવાની વ્યવસ્થા કરવી જોઇએ, જો વેક્સિનના પુરવઠાના મુકાબલે તેની માંગ વધુ હશે તો તેનાથી સમસ્યા ઉભી થશે, માટે એક કંપનીની જગ્યાએ 10થી વધુ કંપનીઓને વેક્સિનના ઉત્પાદનમાં લગાવવી જોઇએ. તેની માટે વેક્સિનના મૂળ પેટન્ટ ધારક કંપનીએ બીજી કંપનીઓ દ્વારા દસ ટકા રોયલ્ટીની ચુકવણી કરવી જોઇએ.

નીતિન ગડકરીએ કહ્યું કે, દરેક રાજ્યમાં બે ત્રણ લેબ્સ છે. અમે તેમણે વેક્સિન બનાવવા આપી શકીએ છીએ, આ સેવા તરીકે નહી પણ રોયલ્ટી ચુકવવા સાથે કરવુ જોઇએ. જેનાથી વેક્સિન નિર્માણ 15-20 દિવસમાં શરૂ થઇ શકે છે. તેમણે જણાવ્યું કે, મે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ વિશે જણાવ્યુ છે. હું પીએમ મોદીને પણ આ વિશે જણાવીશ જેથી ફાર્મા કંપની 10 ટકા રોયલ્ટી આપીને પેટન્ટ રાખવા જીવનરક્ષક દવાઓનું ઉત્પાદન કરી શકે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ અંતિમ સંસ્કારની સારી વ્યવસ્થા કરવાની વાત કરી છે. સાથે જ ઓક્સીજનની કમીથી જતા જીવ પર નારાજગી વ્યક્ત કરી છે. ગડકરીએ કહ્યુ કે તે વડાપ્રધાન મોદી અને શહેરી વિકાસ મંત્રાલયને શબોના અંતિમ સંસ્કાર માટે સારી વ્યવસ્થા કરવા માટે કહેશે. તેમણે કહ્યુ કે જો ચંદનના લાકડાની જગ્યાએ ઇંધણ- ડીઝલ, એથેનોલ, બાયોગેસ અને વિજળીનો ઉપયોગ કરવામાં આવે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, જ્યારે લાકડીનો ઉપયોગ કરી એક વ્યક્તિને સળગાવવામાં આવે છે તો તેમાં ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ જો ડીઝલનો ઉપયોગ કરવામાં આવે તો 1600 રૂપિયા ખર્ચ થાય છે. એલપીજીનો ઉપયોગ કરવામાં આવે તો 1200 રૂપિયા ખર્ચ થાય છે. વિજળી પર 750-800 અને બાયોગેસના ઉપયોગ પર આ ખર્ચ હજાર રૂપિયાથી ઓછો થશે.

Leave a Reply

Your email address will not be published.