///

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે 9 ધોરીમાર્ગનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી આજે મંગળવારે ત્રિપુરામાં 2,752 કરોડથી વધુના ખર્ચે બનેલા કુલ 262 કિલોમીટરની લંબાઈના 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું લોકાર્પણ કરશે.

માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયના એક નિવેદન મુજબ, કેન્દ્રીય માર્ગ-પરિવહન પ્રધાન નીતિન ગડકરી ત્રિપુરામાં 2,752 કરોડથી વધુના ખર્ચે બનેલા કુલ 262 કિલોમીટર લંબાઈના 9 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાનું લોકાર્પણ કરશે.

પરિયોજનાથી પ્રવાસનો સમય, જાળવણીનો ખર્ચ અને ઇંધણના વપરાશમાં ધટાડો આવશે. પરિયોજનાના અમલીકરણથી સામાજીક-આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જેનાથી ત્રિપુરા રાજ્યના GDPને વેગ મળશે.

Leave a Reply

Your email address will not be published.