//////

વડાપ્રધાનના ઇ-લોકાર્પણ પ્રોજેક્ટ નિમિતે નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ આજે અમદાવાદમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને આજે ત્રણ પ્રોજેક્ટ ડિજિટલ માધ્યમથી અર્પણ કરશે. જેમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ તથા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.

મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા.470 કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. આ ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન કરશે. આ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ અમદાવાદ હોસ્પિટલના ઇ-લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.

ધરતી પુત્ર માટે યોજના

વડાપ્રધાન આ સાથે રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ આજે શનિવારે પ્રારંભ કરશે. જેમાં રાજ્યના દાહોદ, જૂનાગઢ અને ગિર-સોમનાથના 1570 ગામના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.