///

પીરાણા આગની ઘટના મામલે નાયબ મુખ્ય પ્રધાનની પ્રતિક્રિયા

રાજ્યમાં અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલી ફેક્ટરીમાં આગની દુર્ઘટનાને પગલે તંત્ર દોડતું થઈ ગયું છે. તો આ આગમાં 12 લોકોના મોત પણ નિપજ્યા હતા. ત્યારે હવે ફરી એક વાર સેફ્ટીને લઈને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ ઘટનાને રાષ્ટ્રપતિથી લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ વખોડી હતી તેમજ આ ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યુ હતું.

ત્યારે હવે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ ઘટના અંગે આપેલ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં નીતિન પટેલે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતું અને કડક કાર્યવાહીના તપાસના આદેશ આપ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં પીરાણા-પીપળજ રોડ પર આવેલા ગોડાઉનમાં લાગેલી આગમાં 12 લોકોના જીવ ગયા હતા. આ મૃતકોમાં 7 પુરૂષ અને 5 મહિલાઓનો સમાવેશ થાય છે. પીરાણા અગ્નિકાંડને લઇને પોલીસ અને FSLની ટીમના 3 અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સિવાય GPCB, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

આ ઘટનાને લઈને સૌ પ્રથમ પીએમ મોદીએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું, ત્યાર બાદ ગુજરાતના સીએમ રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું. જો કે, સીએમ રૂપાણીએ અર્નબ ગોસ્વામીની ધરપકડ મામલે સવારે ટ્વીટ કર્યું હતું. પણ અમદાવાદની ઘટના અંગે મોડેથી ટ્વીટ કરતાં કોંગ્રેસે સીએમ રૂપાણી પર નિશાન સાધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.