///

કરજણની પેટા ચૂંટણીમાં પ્રચારમાં ગયેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયુ

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. તે દરમિયાન કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યપ્રધાન નીતિન પટેલ પર કોઇએ ચપ્પલ ફેંક્યુ હતું આ સમગ્ર ઘટના બની ગયા બાદ પણ નાયબ મુખ્યપ્રધાને પોતાનું નિવેદન ચાલુ જ રાખ્યું હતું.

આ સમગ્ર બનાવ પોલીસની હાજરીમાં બન્યો હોય તેમ છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો હતો. આ ફરાર થયેલા યુવકની પોલીસ તપાસ કરી રહી છે. આ વચ્ચે ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યપ્રધાનની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે નીતિન પટેલે સભાને સંબોધતા કરતા કહ્યું કે, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતાં. જેના કારણે આખી દુનિયામાં ગુજરાત બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતાં. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published.