////

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે નખત્રાણામાં સભા સંબોધશે

વિધાનસભાની ચૂંટણીને લઇને જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. આ વચ્ચે ભાજપના સ્ટાર પ્રચારક નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે શનિવારે અબડાસા ખાતે જાહેરસભાને સંબોધશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે શનિવારે અબડાસા વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના સમર્થનમાં 2:30 કલાકે ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાઈ ખાતે દર્શન કરશે અને બપોરે 3 કલાકે નખત્રાણા ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 6 કલાકે નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાહેરસભાને સંબોધશે.

Leave a Reply

Your email address will not be published.