////

નીતિશ સરકારના આ કેબિનેટ પ્રધાને ગણતરીની કલાકોમાં જ પદ પરથી રાજીનામું આપી દીધું

બિહારના શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરીએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આજે ગૂરૂવારે જ ચાર્જ સંભાળ્યો હતો, અને આજે જ રાજીનામું આપી દીધું હતું. મેવાલાલ ચૌધરી પર આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે.

નીતિશ કુમારના ખાસ ગણાતા મેવાલાલ ચૌધરીએ તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. મેવાલાલ ચૌધરી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારે હંગામો વચ્ચે મેવાલાલ ચૌધરીએ ગુરુવારે શિક્ષણ વિભાગનો ચાર્જ સાંભળ્યો હતો અને રાજીનામું આપી દીધું હતું.

રાષ્ટ્રીય જનતા દળ RJD છેલ્લા 2 દિવસથી મેવાલાલ ચૌધરી સામે કથિત ભ્રષ્ટાચારના આરોપો અને તેની પત્નીના શંકાસ્પદ મૃત્યુમાં મેવાલાલ ચૌધરીની કથિત સંડોવણી અંગે તપાસની માગ કરી રહી છે.

ઉલ્લેખનિય છે કે, 2017માં, મેવાલાલ ચૌધરી પર જ્યારે સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી ભાગલપુરના કુલપતિ હતાં, ત્યારે પદ પર રહીને નોકરીમાં કૌભાંડ કરવાનો આરોપ છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુલપતિ હોવાના સમયે તેમણે ખોટી રીતે 161 આસિસ્ટન્ટ પ્રોફેસરોને ખોટી રીતે પદ પર નિયુક્ત કર્યા હતાં, આ મામલે તેની વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે.

બિહારના તત્કાલીન રાજ્યપાલ રામનાથ કોવિંદે તે સમયે મેવાલાલ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા હતાં. તપાસમાં મેવાલાલ ચૌધરી પરના આરોપો સાચા હોવાનું માલુમ પડ્યું હતું. તેના ઉપર સબૌર એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના બિલ્ડિંગના બાંધકામમાં પણ કૌભાંડ કરવાનો આરોપ છે.

જોકે, આ વિશે વાત કરતા મેવાલાલ ચૌધરી એ કહ્યું કે મારી વિરુદ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી કે કોર્ટ તરફથી મારા વિરુદ્ધ કોઈ આરોપ સાબિત થયો નથી. મારી સામે કોઈ આક્ષેપો થયા નથી.

બિહારના પૂર્વ શિક્ષણપ્રધાન મેવાલાલ ચૌધરીનો એક વીડિયો રાજ્યના વિપક્ષ રાષ્ટ્રીય જનતા દળે શેર કર્યો છે. જેમાં ધ્વજ ફરકાવવાના પ્રસંગે મેવાલાલ ચૌધરી ખોટા ખોટા શબ્દોમાં જન ગણ મન ગઈ રહેલા નજરે પડે છે. આ મુદ્દે RJDએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ઉપર પ્રહાર કર્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલા મેવાલાલ ચૌધરીને કેવી રીતે રાજ્યના કેબિનેટમાં સ્થાન આપ્યું તેની ઉપર પ્રશ્ન કર્યો છે.

RJD એ શેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે મેવાલાલ ચૌધરીને રાષ્ટ્રગાનના શબ્દો ખબર નથી અને તેઓ બાળકો અને થોડા મોટેરાઓની સામે ખોટા ખોટા શબ્દોમાં રાષ્ટ્રગાન ગાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.