///

નીતિશકુમારના 14માંથી 6 પ્રધાનો સામે ગંભીર ગુનાહિત કેસ છે દાખલ

હાલમાં બિહારની નીતિશ કુમાર સરકારમાં શિક્ષણપ્રધાન ડૉ. મેવાલાલ ચૌધરી ભ્રષ્ટાચારના આરોપોને કારણે નિશાના પર છે. જેમાં બિહાર કૃષિ યૂનિવર્સિટીના કુલપતિ રહેતા સમયે મેવાલાલ ચૌધરી પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને તેમની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ જનતા દળ યૂનાઇટેડએ તેમણે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. જોકે, નીતિશ કુમારની કેબિનેટમાં માત્ર મેવાલાલ ચૌધરી જ ભ્રષ્ટાચારી નથી.

એડીઆર અને ઇલેક્શન વોચના કરાયેલા અધ્યયન પ્રમાણે નીતિશ કેબિનેટના 14 પ્રધામોમાંથી આઠ વિરૂદ્ધ ગુનાહિત કેસ દાખલ છે. તો બીજી તરફ છ વિરૂદ્ધ ગંભીર ગુનાહિત કેસ દાખલ છે. ગુનાહિત કેસ ધરાવતા 8 પ્રધાનમાંથી ભાજપના 4 અને જેડીયુના 2 અને હમ તેમજ વીઆઇપીના 1-1 પ્રધાન સામેલ છે. જોકે, મેવાલાલ ચૌધરીને મંત્રી મંડળમાં સામેલ કરતા જ વિવાદ શરૂ થઇ ગયો હતો.

નોંધનીય છે કે, મેવાલાલ ચૌધરીનું નામ બીએયુ ભરતી કૌભાંડમાં સામે આવ્યુ હતું અને રાજભવનના આદેશથી તેમના વિરૂદ્ધ 161 સહાયક પ્રોફેસર અને જૂનિયર વૈજ્ઞાનિકોની નિયુક્તી મામલે એક ફરિયાદ પણ દાખલ કરાય હતી. જોકે 12.31 રૂપિયાની સંપત્તિ સાથે મેવાલાલ ચૌધરી સૌથી અમીર પ્રધાન છે. મેવાલાલ ચૌધરીએ પોતાના શપથ પત્રમાં આઇપીસી હેઠળ એક ગુનાહિત કેસ અને ચાર ગંભીર કેસ જાહેર કર્યા હતા.

આ ઉપરાંત આ મામલે આરજેડીના નેતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી કહ્યું કે, ભ્રષ્ટાચારના કેસમાં એક ફરાર આરોપીને શિક્ષણપ્રધાન બનાવવામાં આવ્યા છે. જોકે, ગુનો, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા પર નીતિશ કુમારનું પ્રવચન આગળ પણ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.