////

નીતીશ કુમારે 7મી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા

નીતીશ કુમારે આજે સોમવારે સાંજે 4.30 કલાકે રાજભવનમાં 7મી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતાં.

આ તકે મુખ્યપ્રધાન પદના શપથ સમારોહમાં બિહાર ચૂંટણીમાં પ્રચારથી દૂર રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા હાજર રહ્યાં છે. ભાજપ અને JDU જૂથમાંથી 9 ધારાસભ્ય સહિત 11 લોકો મંત્રીપદના શપથ લઈ શકે છે.

નાયબ મુખ્યપ્રઘાન પદ પર ભાજપના તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ શપથ લીધા હતાં.

અપડેટ

  • નીતીશ કુમારે સાતમી વખત મુખ્યપ્રધાન પદના શપથ લીધા, રાજ્યપાલ ફાગૂ ચૌહાણે શપથ અપાવ્યા.
  • રેણુ દેવીએ પ્રધાન પદના શપથ લીધા હતાં. બેતિયાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. ચોથી વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. રેણુ દેવીને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા છે.
  • તારકિશોર પ્રસાદે નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા.
  • વિજય ચૌધરીએ પ્રધાન પદના શપથ લીધા હતાં. વિજય ચૌધરી 6 વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચુક્યા છે. નીતિશ કુમારના નજીકના નેતાઓમાં સામેલ છે. આ વખતે સરાયરંજન બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. બિહારમાં વિધાનસભાના અધ્યક્ષ રહી ચુક્યા છે.
  • વિજેન્દ્ર યાદવે પ્રધાન પદના શપથ લીધા હતાં. જેડીયુના મોટા નેતાઓમાં વિજેન્દ્ર યાદવ સામેલ છે. JDUની ટિકિટ પર સુપૌલથી ધારાસભ્ય છે. 1990થી અત્યાર સુધી આ બેઠક પરથી સતત જીત્યા છે. જેપી આંદોલનથી રાજકારણની શરૂઆત કરી હતી.
  • અશોક ચૌધરીએ પ્રધાન પદના શપથ લીધા હતાં. વર્તમાનમાં જેડીયુના કાર્યકારી અધ્યક્ષ છે. મુજફ્ફરપુરની સકરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. પહેલા પણ નીતિશ કુમારની સરકારમાં પ્રધાન રહી ચુક્યા છે.
  • મેવાલાલ ચૌધરીએ પણ પ્રધાન પદના શપથ લીધા હતાં. તારાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. 2017માં જેડીયુમાંથી સસ્પેન્ડ થયા હતા મેવાલાલ ચૌધરી.
  • શીલા મંડલે પણ પ્રધાન પદના શપથ લીધા હતાં. મધુબનીના ફુલપરાસ બેઠક પરથી જીત મેળવી હતી, તેમણે  કોંગ્રેસના કૃપાનાથ પાઠકને હરાવ્યા હતાં.
  • સંતોષ સુમને પણ પ્રધાન પદના શપથ લીધા હતાં. સંતોષ સુમન જીતન રામ માંઝીના પુત્ર છે. 2018થી બિહાર વિધાનસભાના સભ્ય છે.

Leave a Reply

Your email address will not be published.