////

નીતિશ કુમાર આવતીકાલે શપથ ગ્રહણ કરશે, નાયબ મુખ્ય પ્રધાન અંગે હજુ અવઢવ

બિહારમાં નીતિશ કુમાર CM પદના આવતીકાલે શપથ લેશે જો કે, ડેપ્યુટી CMના નામ પર હજુ સસ્પેન્સ યથાવત છે. નીતિશ કુમાર આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. NDAના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

NDAના ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારની પસંદગી કરવામાં આવી છે. નીતિશ કુમાર CM પદના આવતીકાલે શપથ લેશે. આવતીકાલે સવારે 11.30 કલાકે શપથ લેશે. બિહારના ડેપ્યુટી CM તરીકે સુશીલ કુમાર મોદીનું નામ નક્કી માનવામાં આવી રહ્યુ છે. નીતિશ કુમારે નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીને બનાવવા શરત મુકી હતી.

ભાજપ સામે નાયબ મુખ્ય પ્રધાન વિશે નીતિશ કુમારે સુશીલ મોદીનું નામ આગળ કર્યું હતું. જેને લઇ નાયબ મુખ્ય પ્રધાન અંગે પણ હજુ અવઢવ છે. NDAના ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published.