/

બિહારમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂરજોશમાં

બિહાર વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનને બહુમત મળ્યા બાદ બધા લોકોની નજર સરકારના ગઠન પર છે અને એવી સંભાવના છે કે, દિવાળી બાદ આગામી સપ્તાહે નવી સરકારનું ગઠન થઇ શકે છે. સૂત્રો અનુસાર JDU અધ્યક્ષ નીતીશ કુમાર એક વાર ફરીથી મુખ્ય પ્રધાન બનશે.

બિહારમાં સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન તરીકે આગળ વધતા નીતીશ કુમાર આગામી દિવસોમાં શપથ ગ્રહણ કરી શકે છે. આ પહેલા નવેમ્બરના અંતમાં વર્તમાન સરકારનો કાર્યકાળ સમાપ્ત થવાને ધ્યાને રાખીને તે રાજ્યપાલને રાજીનામું મોકલી શકે છે. બિહારમાં અત્યાર સુધી સર્વાધિક સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ શ્રીકૃષ્ણ સિંહના નામે છે, જે આ પદ પર 17 વર્ષ 52 દિવસ સુધી રહ્યા હતાં. નીતીશ કુમાર આ પદ પર અત્યાર સુધી 14 વર્ષ 82 દિવસ સુધી રહી ચૂક્યા છે.

નીતીશકુમાર ક્યારે-ક્યારે બિહારના CM બન્યા

  • નીતીશકુમાર સૌથી પહેલાં 2000માં મુખ્યમંત્રી બન્યા, પરંતુ બહુમતી ન હોવાથી 7 દિવસમાં જ સરકાર પડી ગઇ.
  • બીજી વખત 24 નવેમ્બર 2005માં CM પદના શપથ લીધા.
  • 26 નવેમ્બર 2010માં ત્રીજી વાર બિહારનું સુકાન સંભાળ્યું.
  • ચોથી વાર 22 ફેબ્રુઆરી 2015માં નીતીશ મુખ્યપ્રધાન બન્યા.
  • રાજદ સાથે ગઠબંધન કરી 20 નવેમ્બર 2015માં ફરી CM બન્યા.
  • રાજદ સાથે નાતો તૂટતા ભાજપનો સાથ લઇ 27 જુલાઇ 2017માં 6ઠ્ઠીવાર શપથ લીધા.

Leave a Reply

Your email address will not be published.