//

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પૂજા મંજુલા શ્રોફ ને પોલીસે શું કર્યા સવાલો : જાણો વિગતવાર

ડીપીએસ સ્કુલનાં સીઈઓ પૂજા મંજુલા શ્રાેફની મુશ્કેલઓ અટકવાનું નામ લેતી નથી. સ્વામી નિત્યાનંદ પ્રકરણની તપાસ કરી રહેલી અમદાવાદ ગ્રામ્ય પાેલીસે હાથીજણના આશ્રમમાં ચાલતા ગોરખધંધા ની જાણકારી મેળવવા મંજુલા શ્રાેફને સાેમવારે પાેલીસ સામે હાજર થઇ નિવેદન નાેંધાવવા માટે સમન્સ માેકલાવયું હતું. જેના પગલે આજે પૂજા મંજુલા શ્રાેફ પાેલીસ સામે નિવેદનાે નાેંધાવવા માટે હાજર થઇ હતી.

તાજેતરમાં જ જામીન પર છુટેલી પૂજા મંજુલા શ્રાેફએ બનાવટી દસ્તાવેજાે ઉભા કરીને સીબીએસઈ ની મંજુરી મેળવી નિત્યાનંદ સ્વામીને આશ્રમ બનાવવા માટે સ્કુલમાં જ જમીન ફાળવી હતી.

પાેલીસ દ્વારા મંજુલા પૂજા શ્રાેફને પુછાયેલા પશ્નાે :

1. આશ્રમ માટે જમીન કેમ ફાળવવામાં આવી હતી ?.
2. આશ્રમમાં બાળકાેને ગાેંધી રાખવામાં કે અપહરણ કરવામાં સ્કુલ કે મંજુલા શ્રાેફનાે કાેઇ રાેલ છે કે કેમ ?
3. નિત્યાનંદનાે સંર્પક કયારે થયાે?.
4  કેવી રીતે આશ્રમ  અહીં આવ્યો ?
5. નિત્યાનંદિતા અહીંથી બહાર ગઇ તેમાં તેની સંડાેવણી છે કે કેમ ?
6. ફરિયાદીના બાળકાેના અપહરણ અને ગાેંધી રાખવાના ગુનામાં સંડાેવણી કે ડાેનેશનમાં સંબંધ છે કે કેમ ?

મંજુલા પૂજા શ્રાેફએ વિવેકાનંદ પાેલીસ મથકે નાેંધાયેલી ફરિયાદ અનુસાર નિવેદન આપ્યું  હતુ કે, પાેતાનાે નિત્યાનંદ સાથે કાેઇ જ સંબંધ નથી. તેમજ છેલ્લા 1 વર્ષમાં નિત્યાનંદ ગુજરાતમાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે,આશ્રમ મામલે બાેર્ડની મિંટીગમાં ઠરાવ પ્રસાર કરીને 5 વર્ષ માટે આશ્રમ માટે જગ્યા આપી હતી. પાેલીસે સ્કુલ તરફથી લેવાતી પરીક્ષાનાં ડાેકયુમેન્ટસ કબ્જે કર્યા હતાં

Leave a Reply

Your email address will not be published.