///

પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત! જાણી લો આજનો ભાવ

ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દેશભરના મુખ્ય શહેરોમાં 10 ડિસેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યાં છે. જોકે, પેટ્રોલ અને ડીઝલના ભાવ સપ્ટેમ્બર 2018 બાદ એટલે કે છેલ્લા બે વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. આ પહેલા 7 ડિસેમ્બર સુધી સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો હતો. તે દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ ઓઇલનો ભાવ 0.44 ટકા વધીને 45.72 ડૉલર પર પહોંચી ગયો છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ 0.41 ટકાના વધારાની સાથે 49.06 ડૉલર પ્રતિ બેરલ પર છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ પ્રતિલીટરમાં

  • દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા
  • મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા
  • કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા
  • ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા

વિદેશી કરન્સી દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ શું છે, તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજો જોડ્યા બાદ આ ભાવ લગભગ બે ગણા થઈ જાય છે. નોંધનીય છે કે રોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 કલાકથી જ નવા દર લાગુ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published.