/////

‘મેડ ઈન ચાઈના’ કોરોના વેક્સિન લગાવ્યા વિના ભારતના લોકો માટે ચીનમાં ‘નો એન્ટ્રી’

ચીન દેશે ભારત સહિત અન્ય 19 દેશોથી આવનારા લોકો માટે મેડ ઈન ચાઈના કોરોના વિરોધી વેક્સિન ફરજિયાત કરી દીધી છે. ત્યારે હવે જો આ દેશનો કોઈ પણ નાગરિક ચીનનો પ્રવાસ કરે છે, તો પહેલા તેણે ચીનમાં બનેલી કોવિડ-19 વેક્સિન લેવી પડશે. ત્યારે ચીનના આ નિર્ણય બાદ ભારતીય નાગરિકોની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે ભારતમાં ચીનમાં ડેવલોપ થયેલી વેક્સિન ઉપલબ્દ્ધ નથી.

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ચીને વિદેશીઓ માટે પોતાના દેશના દરવાજા બંધ કરી દીધા છે. ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચીન એવા કેટલાક નિર્ધારિત લોકોને જ વીઝા આપશે, જેમણે ચીનમાં બનેલી વેક્સીન મૂકાવી હોય.

ભારત સ્થિત ચીની હાઈકમિશન દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, એક દેશથી બીજા દેશમાં લોકોની અવરજવર ફરીથી શરૂ કરવાના હેતુથી 15 માર્ચ 2021થી ભારતમાં ચીની હાઈકમિશન અને એમ્બેસીના લોકોને ચીન નિર્મિત કોરોના વેક્સિન આપવામાં આવશે. આટલું જ નહીં, આ લોકોને વેક્સિનેશનનું સર્ટીફિકેટ પણ અપાશે.

ચીનના મુખપત્રમાં જણાવ્યા મુજબ, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, નાઈજીરિયા, ગ્રીસ, ઈટલી, ઈઝરાયલ, નોર્વે અને ઈન્ડોનેશિયા સહિત 20 દેશોમાં ચીની એમ્બેસી દ્વારા આ પ્રકારની નોટિસ બહાર પાડવામાં આવી છે. જેમાં કેહવામાં આવ્યું છે કે, આ નિયમ એવા લોકોને લાગૂ થશે. જે વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યાં છે અથવા વીઝાની અરજી કરવાના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા એક ડોઝ લઈ ચૂક્યા હોય.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વિદેશી લોકો ભારતથી ચીન જશે, તેમણે પ્રવાસ પહેલા ઈલેક્ટ્રોનિક હેલ્થ ડિક્લેરેશન પણ જમા કરાવવાનું રહેશે. આ સિવાય ચીન પહોંચ્યા બાદ ત્યાંના સ્થાનિક વહીવટીતંત્રની ગાઈડલાઈન્સ મુજબ ક્વોરન્ટાઈન પણ થવું પડશે.

Leave a Reply

Your email address will not be published.