///

પેટ્રોલ-ડીઝલનો ભાવ જે સે થે, જાણો તમારા શહેરનો ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઘટી ગયા છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. સરકારી ઓઇલ કંપનીઓ (IOC, HPCL & BPCL)એ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી કર્યો.

સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 83.51 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યું હતું. નોંધનીય છે કે, 20 નવેમ્બરથી અત્યાર સુધી કુલ 15 તબક્કે પેટ્રોલ 2.65 રૂપિયા મોંઘું થઈ ગયું છે, જ્યારે ડીઝલ 3.51 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે.

ભાવ પ્રતિ લીટર

  • દિલ્હી- પેટ્રોલ 83.71 રૂપિયા અને ડીઝલ 73.87 રૂપિયા
  • મુંબઈ- પેટ્રોલ 90.34 રૂપિયા અને ડીઝલ 80.51 રૂપિયા
  • કોલકાતા- પેટ્રોલ 85.19 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા
  • ચેન્નઈ- પેટ્રોલ 86.51 રૂપિયા અને ડીઝલ 79.21 રૂપિયા

Leave a Reply

Your email address will not be published.