કોરોનાના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નહી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ સાવચેતી મહત્વની ગણાવી હતી.
રાજ્યના અગ્ર સચિવે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના કેસોની સંખ્યા ગતરાતથી યથાવત છે વડોદરામાં એક 52 વર્ષના પ્રૌઢનું મૃત્યુ થયું છે તે સિવાય કોઈ ખાસ વાત સામે આવી નથી. આજે અત્યારે એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી આવતા 4 થી 5 દિવસ ખુબજ અઘરા અને મહત્વના છે આજ સુધી માં રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટ રિપોર્ટ 1789 કરવામાં આવ્યા હવે ફક્ત 9 રિપોર્ટ પેન્ડિંગ છે કોરોનાના 31 અમદાવાદના સામે આવ્યા છે ગુજરાત સરકાર અન્ય રાજ્યો સાથે વોટ્સએપથી જોડાયેલ છે જેના મારફત તમામ વિગતોની આપ લે કરી એ છે રાજ્ય માં પી,પી,ઈ નો પૂરતો જથ્થો છે 3 લાખ કરતા વધુ કીટો રાજ્યમાં છે 3 લેયર માસ્ક 1 કરોડ થી વધુ છે એન95 માસ્ક 10 લાખ જેટલા છે. બહારના રાજ્યોમાં MBBSનો અભ્યાસ કરતા ગુજરાતના વિધાર્થીઓ ગુજરાતમાંજ ઇન્ટરશીપ કરવા માંગતા હોઈ તો કરી શકશે. જયંતિ રવિ એ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર કોરોના ગ્રસ્ત લોકોના નામો ની યાદી જાહેર કરવાનું વિચારી રહી છે જે નામો હોટસ્પોટ હોઈ ત્યાં કરી શકાય ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે વધુમાં વધુ ટેસ્ટ થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે રેપિડ ટેસ્ટિંગ કીટ માટે વિચારી રહ્યા છે.