//

ફ્કત 25 કે 50 હજાર નહીં, અમિતાભ બચ્ચને દૈનિક મજૂરો માટે આપી આટલી રકમ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વાયરસની મહામારી વચ્ચે ઓલ ઈન્ડિયા એમ્પ્લોઈઝ કન્ફેડરેશનથી જોડાયેલા 1 લાખ દૈનિક મજૂરોના પરિવારની મદદ માટે રાશન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તો સોની પિકચર્સ નેટવર્કસ ઈન્ડિયા અને કલ્યાણ જ્વેલર્સએ પણ અમિતાભ બચ્ચની આ પહેલમાં સહકાર આપ્યો છે. સોની પિકચર્સ નેટવર્કે રવિવારે એક નિવેદન આપતા કહ્યું હતું કે- જે કપરી પરિસ્થિતિમાં આપણે છીએ, જેમાં બચ્ચન દ્વ્રારા કરવામાં આવેલી પહેલ “વી આર વન”નું સોની પિકચર્સ અને કલ્યાણ જ્વેલર્સ સમર્થન કરશે. તો તેની મદદથી દેશના એક લાખ પરિવારોને માસિક રાશન આપવામાં આવશે. જો કે, સ્પષ્ટ નથી કે આ દૈનિક મજૂરોને દાનદાતાઓ કેટલા સમય સુધી રાશન આપશે. સોની પિકચર્સ નેટર્વક ઈન્ડિયાના સીઈઓ એન.પી. સિંહે કહ્યું કે- સીએસઆર પહેલ સાથે એસપીએનએ અમિતાભ બચ્ચન સાથે મળીને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગના દૈનિક મજૂરોના પરિવારને મદદ કરવા આગેકૂચ કરી છે. તેએઓ કહ્યું કે- એસપીએન 50 શ્રમિકો અને તામના પરિવરાજનોને એક માસનું રાશન આપશે, નોંધનીય છે કે અમિતાભ બચ્ચન સોની માટે રિયલીટી ગેમ શો “કોન બનેગા કરોડપતિ”ની 2010થી હોસ્ટિંગ કરે છે

Leave a Reply

Your email address will not be published.