////

દિલ્હીમાં રાત્રિ કરફ્યૂ લાદવાની અટકળોનો અંત, કેજરીવાલ સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે,…

દેશમાં વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજધાની દિલ્હીમાં રાત્રિ કરફ્યૂ લાગશે કે નહીં, તે અંગે કેજરીવાલ સરકારે હાઇકોર્ટને મહત્વની માહિતી આપી છે. આ સાથે દિલ્હીમાં રાત્રિ કરફ્યૂ લાદવાની અટકળોનો પણ અંત આવી ગયો છે.

ભારતીય સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન કાઉન્સિલએ બોર્ડ પરિક્ષાઓને ધ્યાનમાં રાખી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગોને આંશિક રીતે ખોલવા માટે મંજૂરી માગી છે. કાઉન્સિલે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનઓને આ અંગે પત્ર લખ્યો છે.

આ અંગે દિલ્હી હાઇકોર્ટે 26 નવેમ્બરે આપ સરકારને પુછ્યું હતું કે, કોવિડ-19નો સામનો કરવા માટે અન્ય રાજ્યોની જેમ શું રાજધાનીમાં પણ રાત્રિ કરફ્યૂ લગાવવામાં આવશે? તેના જવાબમાં ગુરુવારે કેજરીવાલ સરકારે કહ્યું કે, હાલમાં રાજધાની કે તેના કોઇ ભાગમાં કરફ્યૂ લગાવવામાં નહીં આવે. દિલ્હી સરકારે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચને આ અંગેની માહિતી આપી છે.

દિલ્હી સરકારે પોતાના સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું કે, સરકારે 31 ડિસેમ્બર સુધી મંજૂરી અપાયેલી પ્રવૃત્તિઓ અને પ્રતિબંધિત ગતિવિધિઓ મામલે પહેલેથી જારી આદેશને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં વધુમાં કહ્યું કે, તેથી 31 ડિસેમ્બર સુધી કોઇ પણ નવી ગતિવિધિઓને મંજૂરી આપી શકાશે નહીં.

જોકે વકીલ રાકેશ મલ્હોત્રાએ રાજધાની દિલ્હીમાં ટેસ્ટ વધારવા અને ઝડપી પરિણામ લાવવા અંગે એક અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી. તેના અનુસંધાનમાં હાઇકોર્ટે 26 નવેમ્બરે કેજરીવાલ સરકારને પ્રશ્ન કર્યા હતા.

ત્યારે હવે હાઇકોર્ટે આપ સરકારને દિલ્હીમાં કોવિડ-19 સંક્રમણને રોકવા તપાસ અને સંપર્કની માહિતી મેળવવા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટની બેન્ચે કહ્યું કે, ટેસ્ટનો રિપોર્ટ આપવાનો અત્યારે સમય 48 કલાક કે તેથી વધુ છે. જેને 24 કલાકની અંદર લાવવું જોઇએ. કોર્ટે કહ્યું કે, ટેસ્ટ લેબોરેટરી નમૂના લેતી વખતે જ લોકોના નંબર લઇ લે અને કોરોનાનો રિપોર્ટ આવતા જ તેમને મોબાઇલ પર જ રિપોર્ટ આપવાનો પ્રયત્ન કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published.