///

વાણી સ્વતંત્રતાને રૂંધવાનો પ્રયત્ન ન કરતા : રાજ્ય અને કેન્દ્ર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

હાલમાં દેશમાં કેન્દ્ર અને રાજય સરકારોની ટીકા કરતા સોશ્યલ મીડીયામાં પોસ્ટ થઈ રહી છે. ત્યારે અપરાધ નોંધીને આ પ્રકારની પોસ્ટ કરનારને દેશના એક ખૂણેથી બીજા ખૂણે હાજર થવા પોલીસ સમન્સ મોકલવાના સતત વધી રહેલા વલણ પર આખરે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. જેમાં કેન્દ્ર અને રાજય સરકારોને આકરા શબ્દોમાં લોકોના વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવવાની કોશીશ નહી કરવા સંદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમો અહી લોકોના વાણી- અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવા મૌજૂદ છીએ. દેશના સામાન્ય નાગરિકોને પોલીસ સમન્સના નામે હેરાન કરવાનું સ્વીકાર્ય બનશે નહી.

પ.બંગાળ સરકાર લોકડાઉન સમયના નિયમોનું યોગ્ય રીતે પાલન કરાવી શકી નથી તેવા એક સોશ્યલ મીડીયા પોસ્ટમાં કોલકતા પોલીસે ગુનો નોંધી દિલ્હીના એક રહેવાસીને હાજર થવા સમન્સ પાઠવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમો દેશના નાગરિકોને ફકત સરકાર વિરોધી સોશ્યલ મીડીયા પોસ્ટના કારણે દેશના એક ખૂણેથી બીજા ખૂણે પોલીસ સમન્સ મારફત હાજર થવા જણાવવા કે આ પ્રકારની સતામણી કરવાનું ચાલવા દેશું નહી.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ અને ઈન્દીરા બેનરજીની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં બંધારણની કલમ 19(1)(એ) હેઠળ જ વાલી સ્વતંત્રતાનો અધિકાર અપાયો છે. તેને કોઈપણ ભોગે સુરક્ષિત રાખવાનો છે. ભારત મુક્ત રહેવું જોઈએ. બેંચે સરકારને તેની મર્યાદા નહી ઓળગવાની ચેતવણી આપી હતી. અમો અહી વાણી સ્વતંત્રતાના અધિકારની સુરક્ષા માટે મોજૂદ છીએ. સુપ્રીમ કોર્ટની રચના જ એટલા માટે થઈ છે કે શાસન દ્વારા નાગરિકોની સતામણી થાય નહી તે નિશ્ચત કરવાનું છે.

Leave a Reply

Your email address will not be published.