/

ભાજપના પૂર્વ સાંસદ જયા ઠક્કરના પતિને તલાટીએ ફટકારી નોટિસ

તાજેતરમાં ભાજપ નેતા કાંતિ ગામિતના પૌત્રીના સગાઈમાં એકઠી થયેલી ભીડને લઈને હડકંપ મચ્યો છે અને આ વાત હાઈકોર્ટ સુધી ગઈ છે. તો બીજી બાજુ વડોદરાના ભાજપના ભૂતપૂર્વ સાંસદ જયા ઠક્કરના પતિ ભરત ઠક્કરને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

જેમાં ભરત ઠક્કરે બાજવા ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરતા ગામના તલાટીએ નોટિસ ફટકારી છે. ભરત ઠક્કરે બાજવાના ગાંધી રોડ પર મંજૂરી વગર દુકાનોનું બાંધકામ શરૂ કર્યુ હતું.
આ જગ્યા પર યથાસ્થિતિ રાખવા માટે કોર્ટે આદેશ આપ્યો હોવા છતાં પણ દુકાનો બાંધવામાં આવી રહી હતી.

જેના પગલે બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરત ઠક્કરને નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે, ભરત ઠક્કરની વડીલોપાર્જિત મિલકત અંગે ભાઈઓ વચ્ચે વિવાદ સર્જાતા હાઇકોર્ટમાં કેસ થયો છે, જે અંગે કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે.

જોકે આ મિલકતમાં આવેલી ચાલીનો કેટલોક ભાગ તોડીને બાંધકામ શરૂ કરવામાં આવતા ગ્રામ પંચાયતને તેના અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે જાણ થતાં જ બાજવા ગ્રામ પંચાયતના તલાટીએ ભરત હિંમત ઠક્કરને નોટિસ આપી કોર્ટની પરવાનગી વગર બાંધકામ નહીં કરવા તાકીદ કરી છે.

Leave a Reply

Your email address will not be published.