
ગુજરાત ભાજપ સરકાર શિક્ષણના નામે મોટા મોટા બણગા ફૂંકી રહી છે ત્યારે ગુજરાત શિક્ષણ વિભાગમાં જ પોલમપૉલ ચાલી રહીછે તેની સામે શિક્ષણ વિભાગના સચિવની કારણ દર્શક નોટીશથી સાબિત થાય છે કે ભરતીમાં ક્યાંકને ક્યાંક ગોલમાલ છે ત્યારે NSUIના મહામંત્રી નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે સરકાર કરોડો રૂપિયાના બજેટ બનાવીને ખોટી યોજનાઓ મૂકે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે જે યોજના છે તેની માહિતી શિક્ષણ વિભાગના અધિકારીઓકે શિક્ષકોને પણ નથી તે દુઃખદ ઘટના ગણીને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સચિવે છોટાઉદેપુરના શિક્ષણ અધિકારીને કારણ દર્શક નોટિસ આપી છે તે વ્યાજબી છે પરંતુ કારણ દર્શકનો ખુલાસો આવ્યા બાદ આવા અજ્ઞાની અધિકારી સામે નક્કર પગલાં લેવા જોઈએ.
જેથી કરીને અન્ય અધિકારીઓમાં એક દાખલો બેસે અને સરકારની તમામ યોજનાની માહિતી અધિકારી પાસે હોઈ અને તે યોજનાની તલસ્પર્શી માહિતી લોકો સુધી પહોંચે તેવા પગલાં લેવા જોઈએ નિખિલ સવાણીએ વધુમાં ઉમેર્યું હતુંકે અજ્ઞાની અધિકારી હોઈ જેની પાસે સરકારની યોજનાની માહિતીના હોઈ તો એ પોતાના વિભાગના શિક્ષકોને શું માહિતી આપશે અને વિધાર્થીઓ સુધી શિક્ષણને લગતી માહિતી કેવીરીતે પહોંચશે તેથી છોટાઉદેપુરના પ્રાથમિક શિક્ષણ અધિકારી સામે કડક કાર્યવાહી કરવા માંગ NSUI મહામંત્રી નિખિલ સવાણીએ કરી છે.