///

હવે એરટેલ ગ્રાહકોને પ્રીપેડ પેક સમાપ્ત થયા બાદ પણ મળશે આ ફાયદા…

હાલમાં ભારતીય એરટેલે પોતાના પ્રીપેડ વાઉચર્સ માટે ઓફર થનારા ‘Post Pack Benefits’ની જાણકારી આપી છે. જેમાં પોસ્ટ પેક બેનિફિટ્સ તે બધા એરટેલ ગ્રાહકો માટે છે જે એક વેલિડ પ્રીપેડ પ્લાનનો ઉપયોગ કરી રહ્યાં છે. આ તે બેનિફિટ્સ છે જેને કંપની ડેઇલી કે પછી મહિને મળનાર ડેટા, વોઇસ અને SMS બેનનિફિટ્સ પૂરા થયા બાદ પણ ઓફર કરે છે.

ભારતીય એરટેલ કંપની 19 રૂપિયા, 129 રૂપિયા, 149 રૂપિયા, 179 રૂપિયા, 197, રૂ. 199, રૂ 219, 249 રૂપિયા, 279, રૂ 289, 297, 298, રૂપિયા 349, રૂ, 379, 399, 399, 399, 448, 449 રૂપિયા, 497 રૂપિયા, 499 રૂપિયા, 558 રૂપિયા, 598 રૂપિયા, 599, 647 રૂપિયા, 698, રૂ, 1,498, 2498 રૂપિયા અને 2698 રૂપિયા ઓફર કરે છે. આ પેકમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ મળે છે. આ તમામ પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની ફી લાગશે નહીં. પરંતુ 1860xx અને 5xxxx થી શરૂ થનારા સ્પેશિયલ નંબરથી કોલ કરવા પર ટેરિફ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે.

તો ડેટા બેનિફિટ માટે 199 રૂપિયા, 219 રૂપિયા, 249 રૂપિયા, 279 રૂપિયા, 289 રૂપિયા, 297, 298 રૂપિયા, 349 રૂપિયા, 399 રૂપિયા, 448, રૂપિયા 449, 497, રૂ 499, રૂ, 558, 598, 599, રૂ 647 , 2,498 અને 2,698 રૂપિયાવાળા રિચાર્જ પેક ડેઇલી ડેટા બેનિફિટ્સની સાથે જ આવે છે. આ દરેક પ્લાનમાં મળનાર દરરોજનો ડેટા અલગ-અલગ હોય છે. જેમાં ડેઇલી ડેટા પૂરો થયા બાદ યૂઝર્સને 64Kbpsની સ્પીડથી અનલિમિટેડ ડેટા પણ મળે છે. મહત્વની વાત છે કે, આ સ્પીડની સાથે યૂઝર્સ સરળતાથી વોટ્સએપ મેસેજ મોકલી તેમજ રિસીવ પણ કરી શકે છે. એરટેલ ગ્રાહકો માટે SMS બેનિફિટ્સની વાત કરીએ તો, ફિક્સ્ડ કોટા પૂરો થયા બાદ 1 રૂપિયા/1.5 રૂપિયા પ્રતિ SMS હિસાબે ચાર્જ આપવાનો હોય છે. જેમાં 100 SMS પ્રતિ દિન ફ્રી મળે છે.

આ ઉપરાંત એરટેલ કંપનીનું કહેવું છે કે, જમ્મુ-કાશ્મીર માટે રોમિંગ બેનિફિટ્સ ઉપલબ્ધ નથી. તો બીજી બાજુ ટેલિકોમ કંપનીનું કહેવું છે કે, ગ્રાહકોને પ્રીપેડ પ્લાનમાં મળનાર તમામ અનલિમિટેડ બેનિફિટ્સ પર્સનલ તેમજ નોન-કોમર્શિયલ ઉપયોગ માટે છે.

Leave a Reply

Your email address will not be published.