////

હવે રામ મંદીર પરિસરના નિર્માણમાં બનો ભાગીદાર અને ટ્રસ્ટને મોકલો ડિઝાઈન

રામ મંદિરના નિર્માણ શરુ થયા બાદ હવે રામ મંદિર પરિસરને ભવ્ય તેમજ દિવ્ય બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા લોકો પાસેથી ડિઝાઈનના સૂચનો માંગવામાં આવ્યા છે. 70 એકરમાં બનેલા રામ મંદિર પરિસરના નિર્માણમાં યોગ્ય ડિઝાઈનની પસંદગી કરવામાં આવશે.

આ અંગે રામ મંદિર ટ્રસ્ટે કહ્યું કે, આ સૂચનો પરિસર સાથે સંબંધિત હોવા જોઈએ. જેમ કે ધાર્મિક યાત્રા, સંસ્કૃતિ, વિજ્ઞાન આ સંબંધિત જાણકારી ટ્રસ્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેમાં તમારા સુચનોનું સ્વીકાર અથવા અસ્વીકાર કરવાનો અંતિમ નિર્ણય ટ્રસ્ટનો રહેશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ ગત્ત સપ્તાહ એક મીટિંગ બાદ લોકો પાસે પરિસરને વિકસિત કરવા માટે ડિઝાઈન માંગી હતી. આ પરિસરમાં પુષ્કર્ણી, યજ્ઞ મંડપ, અનુષ્ઠાન મંડપ, કલ્યાણા મંડપનું નિર્માણ થશે. જેની ડિઝાઈન માંગવામાં આવી છે.

આ ઉપરાંત ટ્રસ્ટે જાહેરાતમાં કહ્યું છે કે, આ ડિઝાઈન વાસ્તુ આધારિત હોવી જોઈએ. પરિસરમાં 51 વિદ્યાર્થીઓ માટે ગુરુકુળનું પણ નિર્માણ કરવામાં આવશે. જેના માટે લોકો પાસે વિચારો માંગ્યા છે.

Leave a Reply

Your email address will not be published.