હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારીમાં બાળકોની નો એન્ટ્રી

સ્ટેચ્યુ ઓફ યુનિટીને હવે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકી દેવામાં આવ્યું છે. ત્યારે રાજ્યમાં કોરોના મહામારી હોવાથી સરકાર દ્વારા જાહેર કરાયેલી એસઓપીના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઈપણ પ્રકારની વય મર્યાદા રાખવામાં આવી નથી. તો બીજી બાજુ જંગલ સફારીમાં દસ વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ આપવામાં આવતો નથી.

ત્યારે હવે આ નિર્ણયના કારણે કેવડિયા પહોંચી ગયેલા પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને ખ્યાલ જ નથી કે આ પ્રકારનો નિયમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો. તો બાળકો સાથે જંગલ સફારી પહોંચેલા લોકોએ માટે મુશ્કેલીરૂપ સાબિત થયો છે . બીજી બીજુ કેટલાય લોકો જંગલ સફારી જોયા વગર પણ પાછા ફર્યા છે. તેઓએ આ અંગે તંત્રને પણ ફરિયાદ કરી છે, તેઓનું કહેવું છે કે, વાસ્તવમાં જો તે આ પ્રકારના નિયમો બનાવે તો તેણે તેની વેબસાઇટ પર મૂકવા જોઈએ અથવા તો તેના ટુર ઓપરેટરોને જણાવવું જોઈએ, જેથી તેમના માટે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય.

જોકે આ નિર્ણય બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો છે. આ અંગે જાણકારોનું કહેવું છે કે, સરકારના નિર્ણયમાં અજબનો વિરોધાભાસ છે, એક બાળક સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવેશી શકે, પરંતુ જંગલ સફારીમાં તે ન પ્રવેશી શકે. આવી તે કેવી એસઓપી ઘડવામાં આવી છે. વાસ્તવમાં પર્યટન સ્થળો કે પ્રવાસન સ્થળોએ તો એકસમાન નિયમો જ રાખવા જોઈએ, જેથી પ્રવાસન સ્થળે પહોંચ્યા પછી પ્રવાસીઓએ પરેશાનીઓનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published.