////

હવે ચીન ભારત-અમેરિકાની આ પ્રકારની મિત્રતાથી ભડક્યું

એક તરફ અમેરિકામાં વ્હાઈટ હાઉસ જીતવાની કવાયત ચાલી રહી છે, તો બીજી બાજુ માલાબારમાં શક્તિ પ્રદર્શનનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીમાં ભારત અને અમેરિકા સહિત ચાર દેશોની સેનાઓ એક સાથે માલાબાર યુદ્ધાભ્યાસ કરી રહી છે.

3 નવેમ્બરથી 4 દિવસ માટે બંગાળની ખાડીમાં 24મો માલાબાર યુદ્ધાભ્યાસ ચાલુ છે. જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ચાર શક્તિશાળી દશોની સેનાઓ યુદ્ધાભ્યાસ કરીને પોતાના દુશ્મનોને જણાવી રહી છે કે, હવે આંખ ઉઠાવનારાઓને છોડવામાં આવશે નહીં. આ યુદ્ધાભ્યાસમાં સામે આવેલી તસવીરો સ્પષ્ટ કરે છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિ ભલે ગમે તે હોય પરંતુ ભારત અને અમેરિકાની સેનાઓ એકસાથે રહીને કોઈ પણ દુશ્મનને સમુદ્રના પેટાળમાં ધકેલી દેશે.

તો બીજી બાજુ આ Quadના એવા દેશો છે જે સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે, વિસ્તારવાદી નીતિઓ બદલવી જ તેમના ફાયદામાં રહેશે. તો ભારત અને અમેરિકા માલાબાર યુદ્ધાભ્યાસના સૌથી જૂના સાથી છે. આ બંનેએ વર્ષ 1992માં હિન્દ મહાસાગરમાં સૌથી પહેલા યુદ્ધાભ્યાસ કર્યો હતો. ત્યારથી જ ભારત અને અમેરિકાની સૈન્ય તાકાતની શક્તિ વિશ્વએ જોઈ લીધી છે.

ભારત અને અમેરિકાની મિત્રતાની મજબૂતાઈ આ પરથી જોઈ શકાય છે કે, એક બાજુ સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં ચૂંટણી ચાલુ છે અને તેની નેવી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સેના સાથે યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ જ કારણથી આ બંને લોકશાહી દેશોની મિત્રતાની મિસાલ અપાય છે.

આ ઉપરાંત ચીનને ભારત અને અમેરિકાની વધતી મિત્રતા અંગે પરેશાની વધતી જાય છે. ચીન જાણે છે કે, અમેરિકા જ એ દેશ છે જેણે પહેલા પણ ચીનને પાઠ ભણાવવા માટે ભારતની મદદ લીધી હતી. આ વખતે યુદ્ધાભ્યાસમાં સામેલ થયેલા જાપાન અને ઓસ્ટ્રેલિયાએ પણ ચીનની મુશ્કેલી વધારી છે.

Leave a Reply

Your email address will not be published.