////

હવે ઘેરબેઠા કોરોના ટેસ્ટ કરી શકાશે, ICMR એ એન્ટિજન ટેસ્ટિંગ કિટને આપી મંજૂરી

દેશમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઈ રહી છે, ત્યારે આ વચ્ચે લોકોને હવે કોરોના ટેસ્ટિંગ કરાવવા માટે હેરાન-પરેશાન થવાની જરુર નથી. હવે તેઓ ઘેરબેઠા જ કોરોનાનો ટેસ્ટ કરી શકશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કોરોના ટેસ્ટિંગ માટે બનેલી રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી. જેનાથી લોકો જાતે જ ટેસ્ટિંગ કરી શકશે. હોમ ટેસ્ટિંગ કિટ માટે પૂણેની MY LAB DISCOVERY SOLUTION LTD કંપનીને મંજૂરી આપવામાં આવી છે.

રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ દ્વારા લોકો ઘેરબેઠા નાક દ્વારા કોરોનાની તપાસ માટેના સેન્મલ લઇ શકશે. જો કે અત્યારે હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક (કોરોનાના લક્ષણવાળા) દર્દીઓ માટે છે. ઉપરાંત કન્ફર્મ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો પણ આ કિટનો ઉપયોગ કરી શકશે. ICMRએ આ કિટના ઉપયોગ માટેની એડવાઇઝરી પણ જારી કરી છે કે કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.

ICMR તરફથી જારી નિવેદન અનુસાર, હોમ ટેસ્ટિંગ માત્ર સિમ્પ્ટોમેટિક દર્દીઓ માટે છે. અથવા તો એવા લોકો કે જેઓ લેબમાં કન્ફર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય. હોમ ટેસ્ટિંગ કિટ બનાવનાર કંપનીએ જણાવેલ મેન્યુઅલ રીતે થશે. તેના માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપ દ્વારા પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.

આવી રીતે કરી શકાશે ટેસ્ટ…

  • સૌથી પહેલાં કંપનીએ આપેલા મેન્યુઅલનું પાલન કરવાનું રહેશે.
  • તેના માટે ગૂગલ પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરવાની રહેશે.
  • COVISELF (Pathocatch)નામની આ કિટ દ્વારા લોકોનો નાકનો સ્વેબ લેવાનું રહેશે.
  • હોમ ટેસ્ટિંગ કરનારા લોકોએ સ્ટ્રિપનો ફોટો લેવાનો રહેશે. આ ફોટો એ ફોનથી લેવાનો રહેશે, જેના પર મોબાઈલ એપ ડાઉનલોડ કરી હોય.
  • મોબાઈલ ફોનનો ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થઈ જશે.
  • ટેસ્ટ દ્વારા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે, તેમને સંક્રમિત માનવામાં આવશે, તેમને અન્ય કોઈ ટેસ્ટની જરૂર નહીં પડે.
  • જે લોકો પોઝિટિવ હશે, તેમણે આઈસોલેશન અંગે ICMR અને આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન માનવાની રહેશે.
  • લક્ષણવાળા છતાં જે દર્દીઓનું રિઝલ્ટ નેગેટિવ આવશે, તેમણે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે.
  • આવા તમામ રેપિટ એન્ટીજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને શંકાસ્પદ કોવિડ કેસ માનવામાં આવશે.
  • આવા લોકોએ RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published.