///

ખેડૂતો માટે રાહતના સમાચાર, હવે DAP ખાતરની બેગ 2400ને બદલે 1200માં મળશે

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે, જેમાં DAP ફર્ટિલાઇઝરના એક બેગ પર હવે ખેડૂતોને 1200 રૂપિયાની છૂટ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચેસ્તરીય બેઠકમાં DAP ફર્ટિલાઇઝર પર આપવામાં આવતી સબસિડીમાં 140 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારને સબસિડીના 14,775 કરોડ રૂપિયા વધારાનો ખર્ચ થશે. મહત્વનું છે કે, આ પહેલા DAP ફર્ટિલાઇઝરના એક બેગ પર ખેડૂતોને 500 રૂપિયા છૂટ મળતી હતી. કેન્દ્ર સરકારે સબસિડીમાં 140 ટકાનો વધારો કર્યો છે. જેના કારણે સરકારે આ સબસિડી પાછળ રૂ. 14,775 કરોડ ખર્ચ કરશે.

કેન્દ્ર સરકારે ખેડુતો માટે ખાતરની સબસિડી વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે. DAP ખાતર પર સબસિડીમાં 140% વધારો કર્યો છે. ખેડૂુતોને હવે 1200 રુપિયે એક થેલી મળશે, ભાવ વધારો અસર નહી કરે ખેડુતોને 2400 રૂપિયાને બદલે 1200 રૂપિયામાં ડીએપીની એક બેગ મળશે સરકારે આ સબસિડી પાછળ રૂ. 14,775 કરોડ ખર્ચ કરશે.

આ અગાઉ કેન્દ્ર સરકાર 500 રૂપિયા પ્રતિ બેગ સબસિડી આપતી હતી. જેથી કંપનીઓ ખેડૂતોને 1200 રૂપિયા પ્રતિ બેગના હિસાબે વેચતી હતી. હાલમાં DAPમાં ઉપયોગ થનાર ફોસ્ફોરિક એસિડ, એમોનિયાની આંતરરાષ્ટ્રીય કિંમત 60થી 70 ટકા સુધી વધી ગઇ છે. સરકારના મતે DAPના એક બેગની વાસ્તવિક કિંમત હવે 2400 રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published.