ચાલુ વર્ષે આવેલા ભારે વરસાદને પગલે ડુંગળીના પાકને નુકશાન પહોંચાડ્યું છે. જેને કારણે ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે.હાલમાં મુંબઈમાં ડુંગળીના ભાવ 80-100 રૂપિયા કિગ્રા જ્યારે પુણેમાં રૂપિયા 100-120 કિગ્રાએ પહોંચી છે. ત્યારે પુણેમાંથી બે શખ્સોને 550 કિગ્રાની ચોરી કરતાં ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે.
પુણે નજીક આવેલા એક ગામમાંથી પોલીસે બે શખ્સોને 550 કિગ્રા ડુંગળીની ચોરી કરતાં ઝડપી પાડયા હતા. આ પકડાયેલા શખ્સનું નામ સંજય પરાઘી અને પોપટ કાલે હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.