////

હવે દેશમાં તમામ લોકોને ફ્રીમાં મળશે કોરોના વેકિસન

હાલમાં ભારત દેશમાં કોરોના વેકિસન મુદ્દે વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે આ વિવાદમાં આજે કેન્દ્રીયપ્રધાન પ્રતાપ સારંગે જણાવ્યું હતું કે, દેશમાં તમામ લોકોને કોરોનાની વેકિસન ફ્રીમાં જ આપવામાં આવશે. બિહારમાં ચૂંટણી સમયે ભાજપે તેના ચૂંટણી પ્રચારમાં કોરોના વેકિસન ફ્રીમાં આપવાની જાહેરાત કરીને રાજકીય વિવાદ સર્જયો હતો અને વિપક્ષો તથા અન્ય પક્ષોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોરોના વેકિસન એ ચૂંટણી પ્રચારનો વિષય બની શકે નહીં. પરંતુ તે રાષ્ટ્રીય મુદ્દો છે.

ત્યારબાદ હવે કેન્દ્રીયપ્રધાન દ્વારા ઓડીસામાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા સમયે દેશમાં તમામ લોકો માટે કોરોના વેકિસન ફ્રી હશે તેવી જાહેરાત કરી છે. આમ હવે વેકિસન મુદ્દે કેન્દ્ર દ્વારા જ ફ્રી અપાશે તેવી જાહેરાત થતા એક જુનિયર મંત્રી દ્વારા આ પ્રકારની જાહેરાત થાય તેને લઈને પણ પ્રશ્ન સર્જાયો છે. પ્રતાપચંદ્ર સારંગી કેન્દ્રમાં પશુ સંવર્ધન, ડેરી, ફીસરીઝ તથા લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો વિભાગ સંભાળે છે અને તેઓએ ચૂંટણી સભામાં આ જાહેરાત કરી છે.

સારંગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ જાહેરાત કરી છે કે કોરોના વેકિસન દરેક નાગરિકોને નિ:શુલ્ક ઉપલબ્ધ થશે અને દરેક વેકિસન પર રૂા. 500નો ખર્ચ થશે. હાલમાં જ ઓડીસા સરકારના મંત્રી આર.પી. સ્વેનએ બિહારના ચૂંટણી વચન અંગે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રતાપ સારંગીને પ્રશ્ન પૂછ્યો હતો કે, ઓડીસાના લોકોને કોરોના વેકિસન ફ્રી મળશે કે કેમ તે જાહેર થવું જોઇએ. અને તેના જવાબમાં સારંગી આ વિધાન કર્યું છે. જો કે વેકિસન અંગે હજુ કેન્દ્ર સરકાર તરફથી કોઇ સતાવાર જાહેરાત થઇ નથી અને તેના કારણે વિવાદ યથાવત રહે છે.

Leave a Reply

Your email address will not be published.