///

ખેડૂત VS ખેડૂત : હવે કૃષિ કાયદાના સમર્થનમાં ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, જુઓ VIDEO

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે નવો વળાંક આવ્યો છે. દિલ્હી બોર્ડર પર નવા કાયદાને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યાં હતા, પરંતુ હવે કેન્દ્ર દ્વારા ઘડવામાં આવેલા નવા કૃષિ કાયદાના સમર્થનમાં કેટલાક ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યાં છે.

મળતી માહિતી મુજબ, મેરઠ સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશના 20 હજારથી વધુ ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે. ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને પોતાના ખાનગી વાહનોમાં છે. ખેડૂતોના સમર્થનમાં દિલ્હી કૂચથી દિલ્હી બોર્ડર પર બન્ને જૂથો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ શકે છે.

કૃષિ કાયદાના સમર્થનમાં દિલ્હી કૂચ કરનારા ખેડૂતોનું કહેવું છે કે, મોદી સરકાર જો કૃષિ કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર થઈ ગઈ છે, તો પછી કંઈ વાતનો વિરોધ થઈ રહ્યો છે. મોદી સરકાર હંમેશા ગામ, ગરીબ અને ખેડૂતોની વાત કરે છે. આથી અમને મોદી સરકાર પર પૂરો વિશ્વાસ છે કે, તેઓ ક્યારેય અમારી સાથે ખોટું નહીં કરે.

આ ખેડૂતોનું કહેવું છે કે, માર્કેટમાં દલાલોથી પ્રથમ વખત આઝાદી મળી છે. તેઓ પોતાના પાકને દેશના કોઈ પણ ખુણામાં વેચી શકે છે. જ્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિગમાં તેમને આ અધિકાર આપવામાં આવ્યો છે કે, તેઓ ઈચ્છે તો કોન્ટ્રાક્ટ કરે નહીં તો ના કરે. ખેડૂતો પાસે પરાણે કોન્ટ્રાક્ટ ફાર્મિગ નથી કરાવી શકતા.

Leave a Reply

Your email address will not be published.