///

હવે DCB Bankમાં મોબાઈલ તથા ATM કાર્ડનો ઉપયોગ કર્યા વિના મેળવો આ રીતે પૈસા

હવે દેશમાં પૈસા મેળવવા માટે બેંક ATM કે ડેબિટ કાર્ડ વિના જ ATMથી રૂપિયા કાઢવાની સુવિધા આપી રહી છે. જોકે તે માટે મોબાઈલ નંબર અને પિનનંબર ફરજિયાત છે. ડીસીબી બેંક વર્ષ 2016માં આ સુવિધા શરૂ કરી ચૂક્યું છે. આ સિસ્ટમમાં બેંક એકાઉન્ટ હોલ્ડરની ઓળખ તેના ફિંગર પ્રિન્ટ, રેટીના સ્કેન વગેરેથી કરવામાં આવશે. જોકે ડીસીબી બેંક પોતાના એટીએમ મશીન પર ફિંગર પ્રિન્ટ ઓથેન્ટિકેશનની સુવિધા આપી રહી છે.

ભારતમાં DCB Bankના એટીએમમાં આ સુવિધા ઉપલબ્ધ છે. બેંકના એટીએમમાં આધાર બેસ્ડ ઓથેન્ટિકેશનની સુવિધા મળે છે. તેની મદદથી વિના એટીએમ કાર્ડથી બેંકના કોઈ ગ્રાહક રૂપિયા ઉપાડી શકે છે. આ સુવિધા માટે કસ્ટમરના એકાઉન્ટ હોલ્ડરને આધાર સાથે લિંક કરવો જરૂરી છે. આ સમયે ખાસ કરીને ગ્રાહકના બેંક ખાતા આધાર કાર્ડથી લિંક થાય છે. ડીસીબી બેંકના ગ્રાહકને એટીએમ મશીન પર કાર્ડ લઈને જવાની જરૂર રહેશે નહીં. ફક્ત ફિંગર પ્રિન્ટની મદદથી એકાઉન્ટ હોલ્ડરની ઓળખ કરી શકાશે.

ઉપરાંત આધાર બેસ્ડ એટીએમમાં બેંકના ગ્રાહકો આધાર નંબર અને ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશનની મદદથી એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે. ડીસીબી બેંક વર્ષ 2016માં આ સુવિધાની શરૂઆત કરી ચૂકી છે જ્યારે બેંકે દેશના પહેલા આધાર બેસ્ડ એટીએમ મુંબઈમાં લગાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.