///

હવે રાશનની દુકાન પર જ વિજળી અને ફોનના બિલ જમા કરી મેળવો કેશબેકનો ફાયદો

ઉત્તરપ્રદેશ સરકારે કોરોના સંક્રમણને જોતાં અલગ-અલગ પ્રકારની ઘણી નવી સ્કીમ શરૂ કરી છે. જેને કારણે સોશિયલ ડિસ્ટેંસિંગ પણ જાળવી શકાય. ત્યારે વિજળી અને ટેલિફોન બિલને ફક્ત ઓફિસમાં જમા ન થઇને હવે રાશનની દુકાનો પર પણ જમા કરાવી શકશો. તેના માટે રાશન ડીલરને અલગથી કમીશનનો ફાયદો પણ મળશે. જ્યારે લોકોને મહામારી દરમિયાન લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડશે નહી.

યુપીમાં નવી વ્યવસ્થા અનુસાર હવે ગ્રાહકો રાશનની દુકાન પર વિજળી અથવા ટેલીફોનનું બિલ જમા કરાવી શકે છે. આ યોજનાને લાગૂ કર્યા બાદ ગ્રાહકો વિજળી ઘર પર લાગનાર લાંબી લાઇનોથી બચી શકશે, તો બીજી તરફ સમયસર ચૂકવણી પણ કરી શકશો. એટલું જ નહી જે રાશનની દુકાન પર ચૂકવણી કરવામાં આવશે તે રાશન ડીલરને પણ કમીશન મળશે.

આ યોજના હેઠળ રાશન ડીલરોને આપવામાં આવેલા અંગૂઠાવાળા મશીનની અંદર જ એક અલગથી સોફ્ટવેર ઇંસ્ટોલ કરવામાં આવશે. જેથી રાશન લેવા માટે આવનાર દરેક ગ્રાહક પોતાના ટેલીફોન અને વિજળી બિલ ત્યાં જમા કરાવી શકે છે. આ યોજનાથી ગ્રાહકોને સૌથી મોટો લાભ એ થશે કે તેમને વિજળી ઘર પર લાગનાર લાંબી લાઇનોમાંથી છૂટકારો મળશે. સાથે જ આ યોજના હેઠળ ગ્રાહકોને કેશબેકનો પણ ફાયદો મળશે.

Leave a Reply

Your email address will not be published.