///

અમદાવાદ: હવે માસ્ક વિના નિકળ્યા તો દંડ સાથે ફરિયાદ પણ થઈ શકે છે દાખલ

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર વધ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન લોકોની બેદરકારીને કારણે અચાનક કેસ વધતા હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઇ છે. જેને પગલે અમદાવાદમાં સરકાર દ્વારા આજ રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. તો સાથે જ અમદાવાદમાં માસ્ક પહેર્યા વગર ફરશો તો મસમોટો દંડ ભરવો પડી શકે છે તેમજ ફરિયાદ પણ દાખલ થઇ શકે છે.

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી કરફ્યૂના અમલ સાથે જ દિવસ દરમિયાન માસ્કના પહેરનારા તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. સાથે જ અમદાવાદ પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમનો ભંગ કરનારાઓ સામે ફરિયાદ નોંધશે.

આ અંગે સેક્ટર-1 જેસીપી આરવી અસારીએ કહ્યું કે, ઇમરજન્સી અને જેમને મંજુરી હોય તે સિવાયના વાહનો અને લોકોની અવર જવર પર શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી પ્રતિબંધ મુકવામાં આવશે. માસ્ક પહેર્યા વગર કોઇ પણ નાગરિક નીકળશે તો તેમના પાસેથી દંડ વસુલવા ઉપરાંત નજીકની કોરોના છાવણી ખાતે લઇ જવામાં આવશે. માસ્ક વગર પકડાયેલી વ્યક્તિને કોરોના જણાશે તો સારવાર બાદ તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.