///

હવે ભારતીય ખેલાડીઓ તેમના પરિવાર સાથે જશે ઓસ્ટ્રેલિયા, BCCIએ આપી મંજૂરી

ટીમ ઈન્ડિયા ટી-20 લીગના પૂરા થવાની સાથે જ યુએઇથી ડાયરેક્ટ જ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે રવાના થઇ જશે. ત્યારે આ પ્રવાસ દરમ્યાન ભારતીય ખેલાડી પોતાના પરીવારને સાથે લઇ જઇ શકે છે. આ અંગે બીસીસીઆઇએ પણ ખેલાડીઓને આશ્વાસન આપ્યુ છે કે, તેઓ તેમના પરીવાર સાથે ઓસ્ટ્રેલીયાના પ્રવાસે જઇ શકે છે. જોકે આ પહેલા કેટલાંક પ્રતિબંધો, અનિવાર્ય બાયો બબલ અને અન્ય કારણોને લઈને બીસીસીઆ ખેલાડીઓને પરીવાર સાથે પ્રવાસ કરવા માટે આશ્વત નહોતું. પરંતુ બાદમાં હવે તેણે હકારો ભર્યો છે.

બીસીસીઆઇન માટે મોટુ ટાસ્ક એ છે કે તે ખેલાડી, કોચીંગ સ્ટાફ અને તેમના પરીવાર માટે બાયો-બબલ નિર્માણ કરવુ પડશે. બીસીસીઆઇએ આ મામલે હવે લીલી ઝંડી દર્શાવી દીધી છે. કારણ કે સિનીયર ખેલાડીઓએ પોતાના પરીવારને પોતાની સાથે લઇ જવા માટે બોર્ડ સમક્ષ આગ્રહ કર્યો હતો. જોકે યુએઇમાં ખેલાડીઓ પોતાના પરીવાર સાથે પહોંચશે કે નહી તેનો નિર્ણય બીસીસીઆઇએ ફ્રેંન્ચાઇઝીઓ પર છોડી દીધો છે.

ભારતીય ખેલાડીઓ પોતાના પરીવાર સાથે જ ટી-20 લીગની ફાઇનલ મેચ બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટે રવાના થશે. ત્યાં પહોચ્યા બાદ 14 દીવસ માટે જરુરી આઇસોલેશનમાં વિતાવવુ પડશે. આ દરમ્યાન એક સપ્તાહ બાદ ટ્રેનિંગની પરવાનગી આપવામાં આવશે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ દરમ્યાન પ્રથમ ત્રણ વનડે મેચની સીરીઝ, બાદમાં ત્રણ ટી-20 મેચ અને બાદમાં ચાર ટેસ્ટ મેચ સીરીઝમાં ભાગ લેવાનો છે. પ્રથમ વન ડે 27 નવેમ્બરે, બીજો 29 નવેમ્બર અને ત્રીજો પહેલી ડિસેમ્બરે રમવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.